હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે.

હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)

આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 સર્વ
  1. 1/2 કપચોખા
  2. 2 ટે સ્પૂનચણાની દાળ
  3. 2 ટે સ્પૂનઆખા અડદ
  4. 2 ટે સ્પૂનઆખા મગ
  5. 2 ટે સ્પૂનતુવેર ની દાળ
  6. 1 ટે સ્પૂનઆખા ધાણા
  7. 1 ટી સ્પૂનમેથી
  8. 1 ટે સ્પૂનજીરું
  9. 3સુકા લાલ મરચા
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. તેલ ઢોસા રોસ્ટ કરવા માટે
  12. સંભાર સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    બધી દાળ અને ચોખા અને ધાણા, જીરું અને સુકા લાલ મરચાં એક તપેલીમાં લઈ, 2-3 વાર ધોઈ ને, ચોખ્ખા પાણી માં 8 કલાક પલાળવા.

  2. 2

    મીકસર જાર માં પલાળેલું મિક્ષણ પાણી નિતારી ને લેવું. ક્રશ કરી ને જાડું ખીરું તૈયાર કરવું. ખીરા માં મીઠું નાખી મિક્સ કરવું.

  3. 3

    ઢોંસા ની તવી ઉપર તેલ લગાડવું. પતલો ઢોંસો પાથરવો. ઉપર તેલ લગાડવું. નીચે ની સાઈડ કડક થાય એટલે ફેરવી ને બીજી બાજુ શેકવું.કડક કરવો.

  4. 4

    ગરમાગરમ ઢોંસો પ્લેટ માં કાઢી, સંભાર સાથે સર્વ કરવો.આવી જ રીતે બીજા ઢોંસા ઉતારવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes