પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#FFC6
પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#FFC6
પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
4 લોકો
  1. 1 વાટકીતુવેરની દાળ
  2. 1/2 વાટકીમગની દાળ
  3. 1/2 વાટકીચણાની દાળ
  4. 1/4 વાટકીઅડદની દાળ
  5. 1/4 વાટકીમસૂર ની દાળ
  6. 2 નંગડુંગળી
  7. 2 નંગટામેટાં
  8. 5કળી લસણ
  9. 2 નંગલીલાં મરચાં
  10. 1 નંગલાલ આખું મરચું
  11. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  12. 1/2 ટી સ્પૂનહળદર
  13. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  14. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  15. 1/4 ટી સ્પૂનજીરું
  16. 1 નંગતમાલ પત્ર
  17. 1/2 નંગલીંબુ
  18. 2 ટેબલસ્પૂનતેલ
  19. 2 ટેબલસ્પૂનઘી
  20. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    બધી દાળ ને સાફ કરી બે કલાક પલાળી લો. ત્યારબાદ કુકર માં હળદર અને મીઠું ઉમેરી બાફી લો.

  2. 2

    ડુંગળી, લસણ, મરચાં ને કટર માં બારીક કાપી લો. ટામેટાં ને પણ કટર માં કાપી લો.

  3. 3

    એક વાસણ માં તેલ લઇ જીરા અને હિંગ નો વઘાર કરી ડુંગળી, લસણ, મરચાં સાંતળી લો. ત્યારબાદ ટામેટાં ઉમેરી સાંતળો.

  4. 4

    બધું બરાબર સંતળાય એટલે બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ બાફેલી દાળ ઉમેરી હલાવી થવા દો. લીંબુ નો રસ ઉમેરી હલાવો. દાળ ને ઉકળવા દો.

  5. 5

    એક વાસણમાં ઘી મૂકી ગરમ થાય એટલે જીરું, આખું લાલ મરચું, તમાલ પત્ર ઉમેરી વઘાર કરી લો. આ વઘારને તૈયાર દાળ પર રેડો. તૈયાર છે પંચમેળ દાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

Similar Recipes