કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
Bhuj kutch

કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે.

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 5 નંગપાવ
  2. 4 નંગબાફેલા બટાકા
  3. 100 ગ્રામમસાલા શીંગ
  4. 4-5 ચમચીદાબેલી નો મસાલો
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. 2ચમચો લાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચી રાઈ
  9. 1 ચમચીજીરું
  10. 2 ચમચીધણાજીરૂ
  11. 4 ચમચીતેલ
  12. કોથમીર
  13. તુતિફૂટી
  14. 2-3 ચમચીટોપરા નુ ખમણ
  15. 1/2 ગ્લાસ પાણી
  16. 1 વાટકીખજૂર આમલીની ચટણી
  17. 1/2વાટકી લસણ ની ચટણી
  18. 1 વાટકીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ નો વાગર મૂકવો. રાઈ જીરું થી વગારી તરત દાબેલી નો મસાલો ઉમેરી હલાવો. પછી થોડું પાણી ઉમેરી ઉકાળવું.

  2. 2

    તેમાં બાફેલા અને સ્મેશ કરેલા બટાકા ઉમેરવા.

  3. 3

    બધી મસાલો એડ કરી. મસાલા શીંગ ઉમેરવી

  4. 4

    થોડી વાર ઉકાળવું.

  5. 5

    ગેસ બંધ કરી એક ડીશ માં રેડી માવો પાથરી દેવો.

  6. 6

    તેના પર મસાલા શીંગ, ટોપરાનું ખમણ, તુતિફૂતી, કોથમીર બધું ભાભરવું.

  7. 7

    પાવ ને વચચેથી કટ કરી પેલા ખજૂર આમલીની ચટણી 2 થી 3 ચમચી લગાવી. પછી 2 ચમચી બટાકા નો માવો નાખવો તેના પર 2 ચમચી લસણ ની ચટણી ઉમેરી ફરી બટાકા નો માવો અને મીઠી ચટણી એડ કરવા

  8. 8

    તેના પર મસાલા શીંગ અને તુતીફૂતી થી સજાવું

  9. 9

    જો ગરમ ખાવી હોય તો 2 ચમચો બટર થી તવી પર 2 બાજુ સેકી લેવી

  10. 10

    રેડી ફોર સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
પર
Bhuj kutch

Similar Recipes