રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 🌼 ઈડલી માટે
  2. ૧/૨ કપઅડદની દાળ
  3. ૧-૧/૨ કપ ચોખા
  4. ૧ ટીસ્પૂનમેથી દાણા
  5. 🌼 સંભાર માટે
  6. ૧/૨ કપતુવેર દાળ
  7. ૧ ટેબલ સ્પૂનઅડદની દાળ
  8. ૨ ટેબલ સ્પૂનચણાની દાળ
  9. ૨ ટેબલ સ્પૂનતેલ
  10. ૧ ટીસ્પૂનરાઈ
  11. ચપટીહિંગ
  12. ૧ નંગબારીક કટ કરેલ ડુંગળી
  13. ૨ નંગબારીક કટ કરેલ ટામેટા
  14. સરગવાની શીંગ
  15. સૂકા લાલ મરચાં
  16. ૫-૬ પત્તા મીઠી લીમડી
  17. ઈંચ આદુનો ટુકડો
  18. લવિંગ
  19. ૧ ટુકડો તજ
  20. તમાલપત્ર
  21. ૧ ટેબલ સ્પૂનસંભાર મસાલો
  22. ૧/૨ ટીસ્પૂનહળદર
  23. ૧ ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચાં પાઉડર
  24. ૧ ટીસ્પૂનધાણાજીરુ
  25. ૧ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લીલા ધાણા
  26. મીઠું આવશ્યકતા અનુસાર
  27. 🌼 ચટણી માટે
  28. ૧ કપદહીં
  29. ૧ ટેબલ સ્પૂનચણાની દાળ
  30. ૨ ટેબલ સ્પૂનલીલા નારિયેળ નું છીણ
  31. સુકું લાલ મરચું
  32. ૫-૬ પત્તા મીઠી લીમડી
  33. ૧ ટેબલ સ્પૂનકટ કરેલ લીલા ધાણા
  34. મીઠું આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને ધોઈ અને અલગ-અલગ પાણીમાં ચાર કલાક માટે પલાળવા. મેથીદાણા અડદની દાળ સાથે જ પલાળવા. ત્યારબાદ આ બંને મીક્ષરમાં પીસી લેવું.અને ૫ કલાક માટે ઢાંકીને મૂકી રાખો.ત્યારબાદ આથો આવી જાય એટલે ઈડલી મેકરમાં ઈડલી બનાવી લેવી.

  2. 2

    સંભાર
    બધી જ દાળને ધોઈને કુકરમાં ૨ કપ પાણી નાખી બાફી લો.એક પેનમાં તેલ ગરમ કરો.રાઈ, સુકા લાલ મરચાં, મીઠી લીમડી, તમાલપત્ર, લવિંગ, તજનો વઘાર કરી ડુંગળી નાખી સાંતળો. ત્યારબાદ ટામેટા નાખી સાંતળો.હવે તેમાં લાલ મરચાં પાઉડર, હળદર નાખી મિક્સ કરી તેમાં બાફેલી દાળ નાખો.જરૂરિયાત મુજબ પાણી એડ કરો.સરગવાની સીંગના કટકા નાખી દો.હવે મીઠું, ધાણાજીરુ,સંભાર મસાલો નાખો.ધીમા તાપે ઉકાળો.ઘટ્ટ, સુગંધીદાર સંભાર તૈયાર થાય એટલે લીલા ધાણા નાખી ગેસ ઓફ કરી દેવો.

  3. 3

    નારીયેળ ની ચટણી
    એક વઘારીયા માં તેલ ગરમ કરો.હવે તેમાં મીઠી લીમડી,ચણાની દાળ,૧ સુકું લાલ મરચું નાખી શેકી લો.ઠંડુ પડવા દો.એક બાઉલમાં દહીં નાખીને તેમાં મીઠું, નારીયેળ નું છીણ, લીલા ધાણા નાખી મિક્સ કરી લો.મીકસરમાં આ દહીં, શેકેલ ચણા દાળ પીસી ચટણી તૈયાર કરો.અને ઈડલી સંભાર ચટણી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Similar Recipes