દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો
  1. 250 ગ્રામનાની બટાકી
  2. 3 નંગ ટામેટા
  3. 2 નંગ ડુંગળી
  4. 5-6કળી લસણ
  5. 6-7 કાજુ
  6. 1/2 ઇંચ આદુ
  7. 2 ચમચીતેલ
  8. 1તમાલપત્ર
  9. 1 નંગ તજ
  10. 2 નંગ લવિંગ
  11. 1 ચમચી જીરૂ
  12. 3 ચમચીલાલ મરચું
  13. 2 ચમચી ધાણાજીરૂ
  14. 1 ચમચી ગરમ મસાલો
  15. 2 ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    નાની બટાકી ને કૂકરમાં મીઠું મૂકી બાફવા મૂકો.

  2. 2

    પહેલા ડુંગળી,કાજુ,આદુ,લસણ ની પેસ્ટ બનાવી.

  3. 3

    પછી એકલા ટામેટા નો પેસ્ટ બનાવી.

  4. 4

    હવે બટાકા બફાઈ પછી છાલ ઉતારી એમાં નાના કાના પાડવા.

  5. 5

    હવે એક કડાઈમાં 2 ચમચી તેલ મૂકવું તેલ ગરમ થાય પછી એમાં બટાકા ઉમેરી એની ઉપર 1ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરૂ ઉમેરવું. હવે બને બાજુ સાંતળી દેવું.

  6. 6

    હવે એક કડાઈમાં 2 -3 ચમચી તેલ મૂકી એમાં તમાલપત્ર,તજ,લવિંગ મૂકવું એને જીરૂ મૂકી સતાડાઈ પછી એમાં સફેદ ગ્રેવી બનાવી એ ઉમેરી એને ચડવા દેવું...2 મિનીટ સાંતળી એમાં લાલ ટામેટાની ગ્રેવી ઉમેરવું.

  7. 7

    અત્યારે એમાં પાણી ઉમેરવું નહિ...તેથી પાછળથી શાકમાં થી પાણી છૂટશે નહિ...હવે એમાં લાલ મરચું,ધાણા જીરું,મીઠું ઉમેરવું..4-. 5 પછી તેલ ચૂંટે એટલે બટાકા ઉમેરી દેવા. હવે એમાં ગરમ મસાલો ઉમેરી હલાવી એને ઠાંગી દેવું....3-4 મિનીટ રેહવા દેવું....

  8. 8

    હવે એમાં કસુરી મેથી ઉમેરવી અને પાણી ઉમેરવું. 2-3 મિનીટ બરાબર મિક્સ થાય એટલે ગેસ બંધ કરી દેવું અને ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર

ટિપ્પણીઓ

Similar Recipes