કેરી નું ખાટું અથાણું(Keri nu khatu athanu recipe in Gujara)

#APR
આખું વર્ષ ન બગડે તેવું અથાણું ટ્રેડિશનલ રીત થી બનાવ્યું છે.જમવાનો સ્વાદ વધારી દે છે.થેપલાં, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે.
કેરી નું ખાટું અથાણું(Keri nu khatu athanu recipe in Gujara)
#APR
આખું વર્ષ ન બગડે તેવું અથાણું ટ્રેડિશનલ રીત થી બનાવ્યું છે.જમવાનો સ્વાદ વધારી દે છે.થેપલાં, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈ કોરી કરી નાના પીસ કરવાં.મીઠું અને હળદર નાખી ઉછાળી મિક્સ કરવું.પ્લેટ ઢાંકી 5-6 કલાક રાખવું.3-4 વખત ઉછાળવું.ખાટું પાણી અલગ થશે.
- 2
ખાટું પાણી નિતારી કપડાં પર છૂટાં છૂટાં છાયા માં સૂકવવું.4-5 કલાક માટે.
- 3
મોટાં તપેલા માં રાઈ,મેથી કુરીયા અને હીંગ મિક્સ કરી તેમાં હુંફાળું તેલ ઉમેરી મિક્સ કરો. પ્લેટ 10 મીનીટ ઢાંકી રાખો.તેમાં લાલ મરચું, 11/2 ચમચી મીઠું,હળદર નાખી મિક્સ કરો. આ મસાલો 5 કલાક પહેલાં બનાવી લો.
- 4
કેરી નાં ટુકડા માં બિલકુલ પાણી રહેવું ન જોઈએ તેમાં આ કેરી ઉમેરી તવેથા ની મદદ મિક્સ કરો.3 દિવસ સુધી ઢાંકી ને રાખો.દિવસ માં 2-3 વખત હલાવવું.
- 5
કાચ ની બરણી માં દબાવી ભરી દો.અડધો લીટર તેલ ગરમ કરી ઠંડું થયેલ તે ઉમેરી દો. તરતું રહેવું જોઈએ.આખું વર્ષ સારું રહે છે.
Similar Recipes
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
કેરી નું ખાટું અથાણું
#અથાણુહું કેરી નાં અથાણું માં મસાલો માં એકલા મેથી ના કુરીયા નથી નાખતી.. એમાં રાઈ નાં કુરીયા પણ મિક્સ કરી લેવું આનાથી ખાટું અથાણું વધારે. સરસ બનશે..અને અડધો કપ વિનેગર પણ ઉમેરો એના થી સ્વાદ મસ્ત આવેછે.. Sunita Vaghela -
ભરેલા ગુંદા નું અથાણું(bharela gunda nu athanu recipe in Gujara
#APR કાચા ગુંદા નાં ફળ માંથી અથાણું ખૂબ જ સરસ બને છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય તે માટે લીલા કડક મિડીયમ સાઈઝ નાં ગુંદા લેવાં. Bina Mithani -
લસણ કેરી નું ખાટું અથાણું (Lasan Keri Nu Khatu Athanu)
#વેસ્ટકાઠિયાવાડ માં ભોજન મા અથાણાં નો રસથાળ ન હોય તેવુ બને જ નહી. સિઝન આવે તેની જ રાહ જોવાતી હોય સખત પ્રિય.Hema oza
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
ગોળ કેરી નું અથાણું(gudd Keri nu athanu recipe in Gujrati)
#MDC અથાણાં મારા મમ્મી નાં હાથ નાં ખૂબ જ સરસ બનતાં. હું તેમને અથાણાં નાં ડોક્ટર તરીકે બોલાવતી.આ ગોળ કેરી ની રેસીપી મારા મમ્મી પાસે થી શીખી છું. અત્યારે હવે તેમને યાદ કરી મારા છોકરા ને તે રીત થી બનાવી ખવડાવું છું. Bina Mithani -
-
-
-
ગુંદા, કેરી નું ખાટું અથાણું
#RB6#Week 6#KRPost 1લગભગ દરેક ગુજરાતી ઓ નાં ધર માં બનતું ગુંદા નું ખાટું અથાણું એકદમએ સ્વાદિષ્ટ બને છે.આ રીતે બનાવો તો આખું વર્ષ સારું રહે છે. Varsha Dave -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું#APR #Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#GundakairiNuAthanu #pickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું -- રોટલી, પૂરી, થેપલાં, દાળ - ભાત , સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . હું હંમેશા રાઈ નું કચ્ચી ઘાની નું કાચું તેલ , અથાણાં માં ગરમ કર્યા વગર જ નાખું છું. આખું વરસ અથાણાં નો રંગ લાલ ચટક જ જળવાઈ રહે છે , જરા પણ ખરાબ થતું નથી . Manisha Sampat -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB આ અથાણાંને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. આ અથાણું બનાવવાનું બહુ જ સહેલું છે ઝડપથી પણ બની જાય છે. સરળ તથા સરળતાથી અને ખૂબ જ ઓછી સામગ્રીથી બંને છે .આ સ્ટાઇલથી બનાવશો તો તમને રેસ્ટોરેન્ટ જેવુંજ જ લાગશે.અમારા ઘરમાં તો બધાને ખાટું અથાણું બહુ જ ભાવે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Varsha Monani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
લસણ કેરી નું અથાણું(lasan keri nu athanu recipe in Gujarati)
#APR આ અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે.જે ભાખરી, પરાઠા, ઢોકળાં સાથે ખૂબ જ મજા આવે છે.આ અથાણા માં રાઈ નો ઉપયોગ વધારે હોવાંથી બીજા મસાલા ની જરૂર પડતી નથી. Bina Mithani -
કેરી નું મેથીયું અથાણું (Keri Methiyu Athanu Recipe In Gujarati)
#EB#Week4દરેક ગુજરાતી ઘરમાં આ કેરી નું મેથીયુ અથાણું આખા વર્ષ નું બનાવી ને બરણી ભરાઈ જાય છે.દરેક ઘરની એક પોતાની રેસિપી હોઈ છે..થોડા ઘણા ફેરફાર સાથે દરેક ઘર માં બનતું જ હોઈ છે..main ઇન્ગ્રેઇડેન્ટ્સ મેથી ના કુરિયા તેમજ બીજા પ્રોપર માપ થી વાપરતા મીઠું, જાડું મરચું, હળદર , હિંગ તેમજ તેલ થી આ અથાણું વગર પ્રિસેરવેતિવ એ આખું વર્ષ સારા રહે છે. આ અથાણું દરેક મેનુ સાથે સરસ જ લાગે છે.. Kunti Naik -
-
ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
#કૈરીગોળ કેરી નું અથાણું મારા ઘરે બધાં ને બહુ જ ભાવે એટલે હું દર વર્ષે આ રીતે બનાવી લઉં છું..જે પુરુ વર્ષ આવું સરસ જ રહે છે... Sunita Vaghela -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
#WP હળદર અને આદું નું અથાણું સ્વાદ ની સાથે સાથે પાચન ને પણ વધારે છે.લાંબા સમય માટે રાખવું હોય તો રાઈ નું તેલ ગરમ કરી ઠંડુ થયાં બાદ ઉમેરી શકાય. Bina Mithani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
મિક્સ ખાટુ અથાણું (Mix Khatu Athanu Recipe In Gujarati)
#EB મિક્સ ખાટુ અથાણું સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.આ અથાણું રોટલી ,પરોઠા કે નાન સાથે પણ સરસ લાગે છે. Sejal Duvani -
કેરી નું ખાટું અથાણું (Keri Khattu Athanu Recipe In Gujarati)
#MAમારા મમ્મીને કેરી ના અથાણાં બનાવતા સરસ આવડે છે.તે ઘણા વર્ષોથી બનાવે છે.હાલ કેરી ની સીઝન ચાલે છે.અમે 12 માસ નું અથાણું બનાવીએ છીએ.એ પણ જરા બગડીયા વગર.કારણકે બનાવવા માં એક ખૂબી હોય છે...અને હું પણ તે શીખી રહી છું.તો મેં આજે મમ્મીના હાથ નું કેરી નું અથાણું ની રેસિપી શેર કરી છે.અમે હમેશા અથાણાં સીંગતેલ માં જ કરીએ છીએ....તેનો સ્વાદ સરસ લાગે છે.😀👍 Binita Makwana -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના અથાણા ઉનાળાની સિઝનમાં બનતા હોય છે અને આ રેગ્યુલર અથાણું છે જે આપણે થેપલાં ભાખરી પરોઠાં અને આપણી રોજિંદી ભોજનમાં ઉપયોગમાં સાથે લેતા હોઈએ છીએ આ તીખું ખાટું અથાણું હોય છે અને આ તમે બારે માસ રાખી શકો છો બરાબર રીત થી બનાવો સંભાળ રાખો તો લાંબા સમય સુધી ટેસ્ટ અને બગડતું પણ નથી.#EB#cookpadindia#cookpad_gu Khushboo Vora -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય. Bina Mithani -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (6)