કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

અલગ અલગ પ્રકારના અથાણા ઉનાળાની સિઝનમાં બનતા હોય છે અને આ રેગ્યુલર અથાણું છે જે આપણે થેપલાં ભાખરી પરોઠાં અને આપણી રોજિંદી ભોજનમાં ઉપયોગમાં સાથે લેતા હોઈએ છીએ આ તીખું ખાટું અથાણું હોય છે અને આ તમે બારે માસ રાખી શકો છો બરાબર રીત થી બનાવો સંભાળ રાખો તો લાંબા સમય સુધી ટેસ્ટ અને બગડતું પણ નથી.
#EB
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેથી ના કુરિયાં
  2. ૧/૨ કપરાઈ ના કુરિયાં
  3. દોઢ કિલો કેરી
  4. ૨ કપસરસવનું તેલ
  5. ૧/૨ કપમીઠું
  6. ૧ ચમચીહળદર
  7. ૧/૪ કપમરચું પાઉડર
  8. ૧ ચમચીહિંગ
  9. ૧ ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ની છાલ ઉતારી ને કટકા કરી તેમાં મીઠું અને હળદર ઉમેરીને ૬ થી ૭ કલાક માટે રાખી મૂકો.હવે કેરી માં ખાટુ પાણી અલગ થયું હશે એ પાણીને કાઢી નાખો અને ફરીથી કેરી ના ટુકડા ને કપડાં પર સૂકવવા મૂકો.

  2. 2

    એક બાઉલ માં મેથી ના કુરિયાં, પછી રાઈ ના કુરિયાં અને મીઠુ હિંગ રાખીશુ. ને હવે મીડિયમ ગરમ સરસવ તેલ નાખીશુ. થોડું ઠંડું થાય પછી હળદર ને મરચું પાઉડર નાખી મિક્સ કરી ને ૬ કલાક માટે એમજ રાખવું પછી કેરી ના સૂકવેલા ટુકડા નાખવા.

  3. 3

    હવે તૈયાર કરેલા અથાણાને એક કાચની બોટલમાં ભરી લેવું. ઢાંકીને એક દિવસ માટે રહેવા દેવું. બીજા દિવસે એમાં વિનેગર ઉમેરી ને બધું બરાબર હલાવી લેવું. હવે તેમાં અથાણું ડૂબે એટલું સરસવ નું તેલ ઉમેરી લેવું. બરણીને અંદરની તરફથી બરાબર સાફ કરી લેવી. બરણી ને બંધ કરી ને ભેજ વગરની જગ્યા પર રાખવી. આ અથાણું જો સરખી રીતે રાખવામાં આવે તો એક વર્ષ કરતાં પણ વધારે વખત માટે સારું રહી શકે.

  4. 4

    રેડી છે આપણું અથાણું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes