કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#MA
#EB
Week1
કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે.

કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)

#MA
#EB
Week1
કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨-૩ કલાક
  1. ૧ કિલો કાચી કેરી (દેસી)
  2. ૧૦૦ ગ્રામ રાઈ ના કુરીયા
  3. ૧-૨ ચમચી હળદર
  4. ૫૦-૧૦૦ ગ્રામ મેથી ના કુરિયા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તીખું લાલ મરચું સ્વાદ પ્રમાણે
  7. ૨ ચમચી કાશ્મીરી મરચું
  8. સિંગતેલ

રાંધવાની સૂચનાઓ

૨-૩ કલાક
  1. 1

    સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ ને તેને કાપી ને નાના નાના કટકા કરવા.ત્યાર બાદ એક વાસણ માં કાચી કેરીના કટકા નાખી ને તેમાં હળદર અને મીઠુ નાખી ને બરાબર ભેળવી ને 1/2 કલાક ઢાંકી ને રાખવુ.ત્યાર બાદ કેરી ના કટકા ને ૧-૨ કલાક સુધી છાપા પર પાથરી ને સૂકવવા.ત્યાર બાદ તેને દબાવી ને ચકાસી જોવા જો તેમાં પાણી ના રે અને થોડા કડક જેવા થાય એટલે થય ગયા કેવાય.

  2. 2

    ત્યાર બાદ એક કથરોટ માં રાઈ ના કુરિયા અને મેથી ના કુરિયા લેવા અને વચ્ચે ખાડો કરી હિંગ નાખવી.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.અને તેલ માથી ધૂમાડા નીકળે ત્યાં સુઘી ફૂલ ગરમ કરવુ.

  4. 4

    હવે ગેસ બંધ કરી ને ગરમ તેલ ને કથરોટ મા બધા હવેજ ઉપર રેડી ને કથરોટ ઉપર થાળી ઢાંકી દેવી.૨-૩ મિનીટ પછી હવેજ થોડો ગરમ હોય એટલે લાલ મરચુ અને કાશ્મીરી મરચુ અને મીઠું નાખી ને હલાવી ને ઠંડું થવા દેવું.

    નોટ: આપણે પેલા હળદર અને મીઠા મ કેરી પલાદેલ હોવાથી મીઠું એ રીતે જોઈને નાખવુ.

  5. 5

    ઠંડો થાય એટલે એક મોટા વાસણમાં મા સુકવેલ કરી ના કટકા નાખવા અને એમાં હવેજ નાખી ને સરખું હલાવી ને એક કાચ નિ બરણી મા ભરવુ. અને ૧ વાટકી જેટલું તેલ ગરમ કરી ને ઠંડુ કરી ને બરણી મા તેલ ડૂબા ડૂબ નાખવુ.

  6. 6

    નોટ ૧: થોડો થોડો હવેજ ભેળવવો.અને જો વધે તો તમે એણે પછી વાપરી શકો છો.

    નોટ ૨: જો તમને હવેજ ઓછો લાગે તો તમે ઉપર નિ જેમ હવેજ બનાવી ને ઠંડો થાય એટલે ઉમેરી સકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes