ભીંડાની કઢી

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#RB4
ભીંડાની કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. શાક બનાવવા માટે -
  2. 100 ગ્રામ ભીંડા
  3. 2 ચમચીતેલ
  4. ચપટીરાઈ અને હીંગ
  5. 1/4 ચમચીમેથીનો મસાલો/ચપટી મેથીના દાણા
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ચપટીહળદર
  8. 1/4 ચમચીલાલ મરચું
  9. 1/4 ચમચીધાણાજીરૂ
  10. કઢી માટે -
  11. 1 કપ છાશ
  12. 1 ચમચીચણાનો લોટ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 નંગ લીલા મરચાના ટુકડા
  15. 4,5 નંગ મીઠા લીમડાના પાન
  16. 1 ચમચીખાંડ
  17. કોથમીર ઉપર ભભરાવવા માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભીંડાને 2,3 વાર પાણીથી ધોઈને કોરા કરીને ગોળ સુધારી લો.ત્યારબાદ કઢાઈમાં તેલ મૂકીને વઘારમાં રાઈ મૂકીને તતડે એટલે હીંગ અને મેથીનો મસાલો કે મેથી નાખીને ચપટી હળદર નાખીને ભીંડા વાઘરી દો.હવે ધીમા તાપે તેને ઢાંકણ ઢાંકીને ચઢવા દો.

  2. 2

    ત્યારબાદ ભીંડા ચઢે એટલે મસાલો કરીને હલાવી દો.હવે ખુલ્લુ j ચઢવા દો.ત્યારબાદ કાઢી માટેની છાશમાં ચણાનો લોટ બરાબર મિક્ષ કરીને

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણમાં મીઠું જરૂર મુજબ નાખવું.શાકમાં મીઠું નાખેલ છે તેથી એ મુજબ મીઠું નાખવું. ખાંડ તને ગમે તો નાખવી નહિ તો ના નાખવી.હવે તેમાં લીલા મરચાંના ટુકડા અને લીમડો નાખીને શાકમાં આ મિશ્રણ રેડીને ગેસ પર ઉકળવા મૂકો.

  4. 4

    કઢી ઉકળે એટલે બાઉલમાં કાઢીને સર્વ કરો.ઉપર કોથમીર ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Similar Recipes