ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#Week1

આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે.

ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)

#EB
#Week1

આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 🎯 કઢી બનાવવા ના ઘટકો :--
  2. 500મિલી છાશ / દહીં
  3. 2 કપપાણી
  4. 3 ટેબલ સ્પૂનબેસન
  5. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  6. 1/2 ટી સ્પૂનમીઠું
  7. 2 ટેબલ સ્પૂનગોળ સમારેલો
  8. 1+1/2 ટી સ્પૂન આદુ - લસણ ની પેસ્ટ
  9. 1 કપપાણી
  10. 3-4 નંગલીલાં મરચાં ઊભા સમારેલા
  11. 5-7 નંગમીઠા લીમડાના પાન
  12. 2 ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન ઝીણા સમારેલા
  13. 🎯 કઢી ના વઘાર ના ઘટકો :--
  14. 2 ટી સ્પૂનતેલ
  15. 1/2 ટી સ્પૂનજીરું
  16. 1/2 ટી સ્પૂનરાઈ
  17. ચપટીહિંગ
  18. 3 નંગલવિંગ
  19. 7-9 નંગમીઠા લીમડા ના પાન
  20. 2 નંગસૂકા આખા લાલ મરચા
  21. 1/2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  22. 🎯 ભીંડા ના મસાલા ના ઘટકો :--
  23. 250 ગ્રામભીંડા
  24. 1+ 1/2 ટેબલ સ્પૂન લસણ + લાલ મરચા ની ચટણી
  25. 3 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  26. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  27. મીઠું સ્વાદ અનુસાર
  28. 1 ટી સ્પૂનગરમ મસાલો
  29. 3 ટેબલ સ્પૂનબેસન
  30. 2-3 ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  31. 2 ટેબલ સ્પૂનતેલ
  32. 3 ટેબલ સ્પૂનતેલ ભીંડા વઘારવા માટે
  33. ચપટીહિંગ
  34. ગાર્નિશ માટે :--
  35. લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે કઢી માટે નું બેટર બનાવીશું. એની માટે એક મોટા બાઉલ મા છાસ, પાણી, બેસન, હળદર પાઉડર, મીઠું, ગોળ અને આદુ - લસણ ની પેસ્ટ ઉમેરી હેન્ડ બ્લેન્ડર થી બલેન્ડ કરી લો

  2. 2

    હવે આ મિશ્રણ ને પેન મા ઉમેરી તેમાં 1 કપ પાણી અને લીલા મરચાં ઉમેરી મીડીયમ ગેસ ની આંચ પર ઉકળવા મૂકી દો.

  3. 3

    ત્યાર બાદ ભીંડા ને ધોઈ કોરા કરી ને વચ્ચે થી એક કટ લગાવી દો. ને સાઈડ પર મૂકી દો. હવે ભીંડા માં ભરવા માટે નો મસાલો બનાવીશું. એની માટે એક પ્લેટ માં લસણ + લાલ મરચા ની ચટણી, ધાણા જીરું પાઉડર, હળદર પાઉડર, મીઠું, ગરમ મસાલો, બેસન, લીલી કોથમીર ના પાન અને તેલ ઉમેરી મિક્સ કરી આ મસાલો ભીંડા માં ભરી લો.

  4. 4

    હવે કઢી ને ધીમા ગેસ પર ઉકળવા દો ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તે પછી ભીંડા નો વઘાર કરીશું. તેની માટે પેન મા તેલ ગરમ કરી તેમાં હિંગ ઉમેરી તરત જ મસાલો ભરેલા ભીંડા ઉમેરી ગેસ ની ધીમી આંચ પર ઢાંકણ ઢાંકી કૂક કરી લો. (ભીંડા ને ધીમા ગેસ પર કૂક કરવાના છે)

  5. 5

    હવે આપણી કઢી પણ ઊકળી ને રેડી થઈ ગઈ છે. તો તેમાં મીઠા લીમડા ના પાન અને લીલી કોથમીર ના પાન ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    હવે કઢી નો વઘાર કરીશું. એ માટે વઘારિયા માં તેલ ગરમ કરી તેમાં જીરું, રાઈ ઉમેરી ફૂટે એટલે એમાં હિંગ, લવિંગ, મીઠા લીમડાના પાન, સૂકા આખા લાલ મરચાં અને કાશ્મીરી લાલ મરચું પાઉડર ઉમેરી તરત જ આ વઘાર કઢી માં ઉમેરી તરત જ ઢાંકણ ઢાંકી દેવું જેથી બધો વઘાર કઢી માં બેસી જાય અને વઘાર મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો.

  7. 7

    હવે આપણી ભરેલા ભીંડાની કઢી તૈયાર છે સર્વ કરવા માટે. તૈયાર કરેલી કઢી માં ભરેલા ભીંડા ઉમેરી ઉપર લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરી સર્વ કરો. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes