કેળા વેફર્સ (Banana Chips Recipe In Gujarati)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India

#MDC
આ રેસિપી શીખી છું તો મારી મમ્મી પાસેથી પણ હવે મારા બાળકોની મોસ્ટ ફેવરિટ છે. તો આ મધર્સ ડે માટે મારા બન્ને બાળકોને ડેડીકેટ...

કેળા વેફર્સ (Banana Chips Recipe In Gujarati)

#MDC
આ રેસિપી શીખી છું તો મારી મમ્મી પાસેથી પણ હવે મારા બાળકોની મોસ્ટ ફેવરિટ છે. તો આ મધર્સ ડે માટે મારા બન્ને બાળકોને ડેડીકેટ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનિટ
2 વ્યક્તિ
  1. 6 નંગજાડા કાચા કેળા
  2. તળવા માટે તેલ
  3. 1 વાટકીપાણી
  4. 1 નાની ચમચીમીઠું
  5. 1 ચમચીલાલ મરચું / મરી પાઉડર
  6. 1/4 ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળાને સરખા ધોઈને કોરા કરી છોલી લેવા.

  2. 2

    પાણીમાં મીઠું ઓગાળી લો. તેલ ને ગરમ કરો.કેળાને સીધા તેલમાં ખમણીને વેફર પાડો.લાંબી વેફર પાડવી હોય તો કેળું આડું રાખી ખમણવું.

  3. 3

    હવે તેમાં 1 ચમચી મીઠા વાળું પાણી ઉમેરો. એનાથી વેફર મા સ્વાદ પણ આવશે અને વેફર જલ્દી અને સરસ કડક થશે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વેફર તવામાં હોય ત્યારે જ પાણી નાખવું.

  4. 4

    વેફર કડક થઈ જાય એટલે ટીશ્યુ પેપર પર કાઢી લો. ઉપરથી સ્વાદ મુજબ સંચળ તથા મરચું / મરી પાઉડર છાંટો. તો તૈયાર છે નાના - મોટા સૌની મનપસંદ કેળાની વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes