મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#KR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની.
આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો
  1. 2મોટા કદની પાકી કેરી
  2. 1 લિટરસંપૂર્ણ ચરબીયુક્ત દૂધ
  3. 1/2 કપખાંડ
  4. 1 ચમચીવેનીલા કસ્ટર્ડ પાવડર
  5. 1 મોટી ચમચીસમારેલા પિસ્તા
  6. 1 મોટી ચમચીસમારેલી બદામ
  7. 1/2 કપદાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ઉકાળો અને તેમાં ખાંડ ઉમેરો. તેને બરાબર હલાવતા રહો.

  2. 2

    થોડી માત્રામાં દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.

  3. 3

    હવે આ કસ્ટર્ડ મિશ્રણને ઉકાળેલા દૂધમાં ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.

  4. 4

    કેરીને છોલીને નાના ટુકડા કરી લો. કેરીની પ્યુરી બનાવવા માટે ક્રશ કરો.

  5. 5

    હવે આ પ્યુરીને કસ્ટર્ડ મિલ્કમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ દૂધને 4 થી 6 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.

  6. 6

    તાજા કેરીના ટુકડા, દાડમના દાણા અને પિસ્તાના ટોપિંગ સાથે ઠંડી કેરીના કસ્ટર્ડને સર્વ કરો.

  7. 7
  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes