વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

મને સવાર ના નાસ્તા માં દરરોજ વઘારેલા મમરા જોઈએ. નાની હતી ત્યારથી હજુ સુધી one of my favourite snacks છે. એકલા મમરા એમાં સેવ મકાઈ ના પૌંઆ શીંગ દાણા એવું કાંઈ ન ભાવે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦/૧૨ મીનીટ
serving
  1. ૨૦૦ ગ્રામ મમરા
  2. ૪/૫ ચમચી તેલ
  3. ૧ ટી સ્પૂનરાઈ
  4. ૧/૪ ટી સ્પૂનહિંગ
  5. ૫/૬ મીઠા લીમડાના પાન
  6. સૂકા લાલ મરચાં
  7. ૧ ચમચીમીઠું
  8. ૧/૪ ટી સ્પૂનચાટ મસાલો
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ટી સ્પૂનદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦/૧૨ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મમરા ને ચાળી અને સાફ કરી લેવા. એક તપેલીમાં મમરા ને ધીમા તાપે ૨/૩ મીનીટ સુધી ડ્રાય રોસ્ટ કરી લેવા.

  2. 2

    એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને મીઠા લીમડાના પાન નાખી દેવા

  3. 3

    પછી તેમાં હળદર નાખી દેવી અને સૂકાં લાલ મરચાં નાખી દેવા ત્યારબાદ મમરા નાખી દેવા

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું નાખી ને મિક્સ કરી લો થોડી વાર સેકાવા દેવા.

  5. 5

    પછી છેલ્લે
    તેમાં લાલ મરચું પાઉડર દળેલી ખાંડ અને ચાટ મસાલો નાખી ને મિક્સ કરી લો.

  6. 6

    તો તૈયાર છે વઘારેલા મમરા
    નાસ્તામાં સર્વ કરી શકાય.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes