ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#KRC
#cookpad_guj
#cookpadindia
ગટ્ટા નું શાક એ રાજસ્થાન નું પરંપરાગત વ્યંજન છે જે ગુજરાતી ઢોકળી ના શાક ને મળતું આવે છે. રાજસ્થાન નો મહત્તમ વિસ્તાર સૂકો અને રણ પ્રદેશ છે જેને કારણે શાકભાજી નું વાવેતર બીજા રાજ્ય ની સરખામણી એ ઓછું થાય છે. તેથી ત્યાં લીલા શાકભાજી વિના ના ઘણાં વ્યંજન બને છે જેમાં સુકવણી તથા ચણા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે. ગટ્ટા નું શાક પણ ચણા ના લોટ અને દહીં ના ઉપયોગ થી બને છે. આ શાક ડુંગળી લસણ સાથે પણ બને છે. મેં અહીં તેના વિના બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. ગટ્ટા માટે:
  2. 1 કપચણા નો લોટ
  3. 1/4 ચમચીહળદર
  4. 1/2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીઅજમો
  6. 2 ચમચીતેલ
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. કરી માટે:
  10. 1 કપદહીં
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીધાણાજીરું
  14. ચપટીહિંગ
  15. 1ચમચો તેલ
  16. 1 ચમચીરાઈ
  17. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ગટ્ટા માટે,ચણા ના લોટ માં ગટા માટે ની બાકી ના ઘટકો ઉમેરી, થોડું થોડું પાણી નાખી કડક લોટ બાંધો.

  2. 2

    તેલ વાળા હાથ થી લોટ ને સરખો મસળો જેથી એકદમ સુંવાળો થઈ જાય. થોડો થોડો લોટ લઈ, લાંબા નળાકાર તૈયાર કરો.

  3. 3

    એક પહોળા વાસણ માં 5 થી 6 કપ પાણી ઉમેરી,ગરમ મુકો. પાણી ઉકળે એટલે તૈયાર કરેલા નળાકાર તેમાં ઉમેરો અને ચડવા દો. જ્યારે ગટ્ટા પાણી માં ઉપર આવી જાય ત્યારે ચડી ગયા છે એવું સમજવું અને આંચ બંધ કરવી.

  4. 4

    ઝારા ની મદદ થી ગટા ને પાણી માંથી નિતારી ને બહાર કાઢો અને હૂંફાળા થાય એટલે પાતળી સ્લાઈસ માં કાપી લો. ગટ્ટા બનાવેલું પાણી ને રાખી મૂકવું.

  5. 5

    દહીં માં બધા મસાલા નાખી ને સરખી રીતે બ્લેન્ડ કરી લો.

  6. 6

    કરી માટે, તેલ ગરમ મુકો અને રાઈ નાખો, તતળે એટલે હિંગ નાખી તૈયાર કરેલું મસાલા દહીં નાખો. આ સમયે આંચ એકદમ હલકી રાખો અથવા તો બંધ કરી દો અને સતત હલાવતા રહો જેથી દહીં ફાટી ના જાય.

  7. 7

    સરખું ભળી જાય એટલે આંચ ને મધ્યમ કરો અને બચાવેલું પાણી અને મીઠું ઉમેરો. ઉકળવા દો.

  8. 8

    ઉકળે એટલે ગટા નાખી, ઢાંકી ને,ધીમી આંચ પર 8-10 મિનિટ માટે અથવા ગટા ચડી જાય ત્યાં સુધી પકાવો. પછી આંચ બંધ કરો.

  9. 9

    ગરમ ગરમ ગટ્ટા ના શાક ને ભોજન સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes