પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#KRC
શ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં

પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

#KRC
શ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૫ રોટલી
  1. ૧ કપતુવેરદાળ
  2. ૧/૪ કપચણા દાળ
  3. ૧.૫ કપ ઘઉં નો લોટ
  4. ૧/૨ કપખાંડ
  5. ૧ ટી સ્પૂનઈલાયચી ભૂકો
  6. ૧ ટી સ્પૂનખસખસ
  7. ૨ ટી સ્પૂનકોપરા નું છીણ
  8. જાયફળ
  9. ઘી

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    તુવેર અને ચણા ની દાળ ને ૩૦ મિનીટ પલાળી રાખો અને પછી કૂકર મા બાફી લો

  2. 2

    કૂકર ઠંડુ પડે એટલે એક પેન માં ૧ ચમચી ઘી મૂકી બાફેલી દાળ નાખી હલાવો અને બધું પાણી બરી જાય એટલે તેમાં ખાંડ નાખી ફરી બરાબર હલાવી પૂરણ પેન માં ચોંટે ની ત્યાં સુધી હલાવો

  3. 3

    તેને થાળી માં પથરી દો અને ઉપર ઈલાયચી નો ભૂકો,કોપરા નું છીણ અને જાયફળ છીણી લો

  4. 4

    ઠંડું થાય એટલે તેના ગોળા વાળી લો

  5. 5

    ઘઉં ના લોટ થી રોટલી માટે લોટ બાંધી લો અને તેને કેળવી ગુલ્લાં કરી રોટલી વણી તેમાં પૂરણ મૂકી બંધ કરી ફરી રોટલી વણી લો અને બંને બીજું સેકો લો

  6. 6

    ગરમ ગરમ રોટલી ઉપર ઘી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes