દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#DR
ઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીમિક્સ દાળ (તુવરદાળ, મગદાળ, ચણાદાળ)
  2. ચમચો ઘી
  3. ૧ નંગલીલું મરચું
  4. ૧ નંગટામેટા
  5. ૧ નંગડુંગળી
  6. ૧ ચમચીલીંબુ નો રસ
  7. ૬-૭ લસણ ની કળી
  8. ૧/૨ ચમચીલાલ મરચું
  9. ૧/૨ ચમચીધાણા-જીરું
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચપટીહીંગ
  12. ખડા મસાલા (તજ, લવિંગ, સુકું મરચું, તમાલપત્ર)
  13. મીઠું સ્વાદાનુસાર
  14. પાણી જરૂર મુજબ
  15. ગાર્નિશ: કોથમીર
  16. જીરા રાઈસ માટે:
  17. ૧ વાટકીબાસમતી ચોખા
  18. ચમચો ઘી
  19. ૧ ચમચીજીરું
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ૨-૩ ટીપા લીંબુ નો રસ
  22. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    દાળ અને ચોખા ૨-૩ પાણી એ ધોઈ કુકરમાં નીચે દાળ અને ઉપર ભાત જરૂર મુજબ પાણી નાંખી મૂકવા. ભાતમાં મીઠું,ઘી અને લીંબુનો રસ નાંખવો. દાળમાં મીઠું અને હળદર નાખી બાફી લો.

  2. 2

    હવે કુકર થઈ જાય એટલે ભાત ઠંડા થાય પછી છૂટા કરી, વઘારિયામાં ઘી મૂકી, જીરુ તતડાવી ભાત માં ભેળવી દો.
    હવે કડાઈમાં તેલ મૂકી જીરું, તજ, લવિંગ, લાલ સુકું મરચું, તમાલપત્ર નાંખી, લસણ ની કતરણ અને હીંગનો વઘાર કરો.

  3. 3

    પછી દાળ નાંખી મસાલા કરો, મીઠું અને લીંબુ નો રસ નાંખી ઉકળવા દો.દાળ જેવી જાડી જોવે તે પ્રમાણે પાણી નાંખી ઉકાળી લ્યો. પછી કોથમીર નાંખી દો.

  4. 4

    તો તૈયાર છે દાલ ફ્રાય જીરા રાઈસ. ગરમાગરમ દાલ ફ્રાય-જીરા રાઈસ સાથે અથાણું, પાપડ, સલાડ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes