મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે..

મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)

Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. બાઉલ મગ
  2. ૧ નંગટામેટું
  3. ૧ નંગડુંગળી
  4. ૨ નંગલીલા મરચાં
  5. કળી લસણ
  6. " આદુ
  7. ચમચો લીલા ધાણા
  8. ચમચો લીંબુ નો રસ
  9. ચમચો ગોળ
  10. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  11. ૧/૨ ચમચીહળદર
  12. ચમચો ધાણાજીરૂ
  13. ચમચો કિચન કિંગ મસાલો
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. વઘાર માટે.
  16. ૨ ચમચીતેલ
  17. ૧ ચમચીરાઈ જીરું
  18. ૧/૨ ચમચીહિંગ હળદર
  19. ૮-૧૦ નંગ લીમડાના પાન
  20. ૩ નંગલવિંગ અને તજ
  21. જરૂર મુજબ પાણી
  22. જીરા રાઈસ માટે.
  23. ૧ કપબાસમતી ચોખા
  24. ૧ ચમચીમીઠું
  25. ૧ ચમચીજીરું
  26. ૧ ચમચીલીંબુનો રસ
  27. ૧ ચમચીતેલ
  28. ૨ નંગલવિંગ
  29. ચમચો ઘી
  30. અઢી કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    મગ ને સારી રીતે ધોઈ ગરમ પાણી માં એક કલાક માટે પલાળી રાખો

  2. 2

    પ્રેશર કુકરમાં તેલ લઇ વઘાર ની સામગ્રી એડ કરી પછી ડુંગળી,આદુ મરચા લસણ લીમડો ધાણા નાખી સાંતળી લો.ત્યારબાદ ટામેટા ના પીસ નાખી તેને પણ સારી રીતે સાંતળી લો.

  3. 3
  4. 4
  5. 5

    હવે તેમાં મગ એડ કરી બધા મસાલા કરી લો અને પાણી ઉમેરી મિક્સ કરી લો આ ટાઈમે ગોળ પણ એડ કરી લો અને સારી રીતે ઉકળવા દો.
    કુકર નું ઢાંકણ બંધ કરી ૩ સિટી વગાડી મગ ને ચડવી લો.

  6. 6
  7. 7

    કુકર ઠંડુ થાય પછી તેમાં કિચન કિંગ મસાલો અને લીંબુ નો રસ અને ધાણા એડ કરી ૨ મિનિટ માટે boil થવા દો.
    મગ રેડી છે..

  8. 8
  9. 9

    જીરા રાઈસ બનાવવા માટે 👇

  10. 10

    ચોખા ને સારી રીતે ધોઈ ૧૦ મિનિટ માટે પલાળી રાખો.ત્યારબાદ પેન માં પાણી ઉકળવા મુકો,તેમાં મીઠું, જીરું,તેલ લવિંગ અને લીંબુ નો રસ નાખી ચોખા એડ કરી પકવી લો. ચડી જાય એટલે કાણા વાળા ટોપા માં નિતારી લો.
    ત્યારબાદ તેમાં ઘી નાખી મિક્સ કરી લો.
    જીરા રાઈસ તૈયાર છે

  11. 11
  12. 12
  13. 13
  14. 14

    એસેમ્બલ માટે..

  15. 15

    ડિશ માં ચારે બાજુ ભાત પાથરી વચમાં મગનો વાટકો મૂકો, ભાત માં અને મગમાં સજાવટ તરીકે ધાણા સ્પ્રિંકલ કરી મજેદાર મગ અને જીરા રાઈસ નો સ્વાદ માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes