દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કિલો નાની સાઈઝના બટાકા
  2. 3 નંગડુંગળી ઝીણી સમારેલી
  3. 3 નંગટામેટાં ઝીણા સમારેલા
  4. 1 ચમચીઆદુ મરચાની લસણની પેસ્ટ
  5. 1 નંગમરચું ઝીણું સમારેલું
  6. 1 ચમચીકિચન કિંગ મસાલો
  7. 1 ચમચીગરમ મસાલો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચીમરચું પાઉડર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા લઇ તેને ધોઈ અને કુકરમાં બે સીટી વગાડી બાફી લેવા. અને ડુંગળી ટામેટાને ઝીણા સમારી લેવા તેમજ આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લો

  2. 2

    બટાકા બફાઈ જાય પછી તેની છાલ કાઢી અને તેને હવે આપણે ગરમ તેલમાં મીડીયમ ગેસ પર તળીશું બધા બટાકા ને ગોલ્ડન બ્રાઉન જેવા રંગના થાય ત્યાં સુધી તળવા

  3. 3

    હવે ગેસ પર એક કડાઈ લેશું તેમાં તેલ મૂકી પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ડુંગળી અને ટામેટાં સાંતળવા

  4. 4

    ત્યારબાદ બધુ બરાબર સાંતળાઈ જાય પછી તેમાં આપણે મસાલા કરીશું ગરમ મસાલો કિચન કિંગ મસાલો મરચું પાઉડર મીઠું હળદર વધુ નાખી મિક્સ કરીશું

  5. 5

    ગ્રેવી એકદમ સરસ થઈ જાય પછી તેમાં આપણે તળેલા નાના બટાકા ઉમેરીશું પછી તેમાં થોડું પાણી ઉમેરી તેને પાંચ સાત મિનિટ ધીમા તાપે થવા દેશો

  6. 6

    તેલ છૂટું પડી જાય એટલે ગેસ બંધ કરી અને આપણે તેને સર્વ કરી શકે છે આપણા દમ આલુ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhavya ratanghayra
પર
I love cooking....
વધુ વાંચો

Similar Recipes