ઘઉં ના લોટ ની સુખડી (Wheat Flour Sukhdi Recipe In Gujarati)

#TRO
#Cookpadindia
#cookpadgujarati
ઓક્ટોબર માં આવતા દિવાળી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ વાનગી સુખડી જેમાં ડ્રાય ફ્રુટ અને ઘઉં ના લોટ નું કોમ્બિનેશન કરીને સુખડી બનાવવા થી એકદમ હેલ્ધી અને પોષ્ટિક બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર મીડીયમ ફ્લેમ નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી ડ્રાય ફ્રુટ પીસને રોસ્ટ કરી સાઇડમાં રાખી દો ત્યાર બાદ તેમાં ઘઉં નો લોટ ઉમેરી ચમચાથી સતત હલાવો. આ મિશ્રણ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી શેકો.
- 2
ત્યારબાદ તેમાં દૂધ ની મલાઇ નાખી ચમચાથી સારી રીતે મિક્સ કરી હલાવો.પછી રોસ્ટ કરેલ ડ્રાય ફ્રુટ કતરણ, કોપરાનું છીણ નાખી મિક્સ કરો. પછી ગેસ બંધ કરી દો.
- 3
સુખડી નું મિશ્રણ સહેજ ઠરે પછી તેમાં સમારેલ ગોળ નાખી હલાવો. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી તરતજ ગ્રીઝ કરેલ ટ્રે માં નાખી સ્પેડ કરી દો. ઠરે પછી કાપા પાડી પીસ કરીને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ફરાળી સુખડી
#શ્રાવણ#cookpadindia#cookpadgujaratiરાજગરામાં સારા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ ડ્રાય ફ્રુટ પણ વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર થી ભરપૂર છે. સાતમ- આઠમ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ માં મેં ડ્રાય ફ્રુટ અને રાજગરાનુ કોમ્બિનેશન કરીને ફરાળી પોષ્ટિક અને હેલ્ધી સુખડી બનાવી. જે ખૂબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
મિક્સ ગ્રેઈન લોટ સુખડી (Mix Grain Flour Sukhdi Recipe In Gujarati)
#Famસુખડી તો બધા ના ઘરે બને પણ મારા ઘરે રાગી, ઘઉં અને સોયાબીન ના લોટ ની બને. Avani Suba -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
#trend4#Sukhdiસુખડી એ એક હેલ્ધી ગુજરાતી મીઠાઈ છે. ખાસ કરીને ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક લોકપ્રિય વાનગી છે. શુભ પ્રસંગોમાં, મંગલ દિવસોમાં અને તહેવારોમાં તથા દેવી-દેવતાની પ્રસાદી તરીકે સુખડીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાન ની પ્રસાદી તરીકે મહુડીની સુખડી ખૂબ જ પ્રચલિત છે. મેં આજે સુખડીનું એક નવું વર્ઝન બનાવ્યું છે જેમાં ફેટ અને પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઘરના વડીલોને સુખડી પસંદ કરતા જ હોય છે પણ તેના આ નવા રૂપ રંગથી બાળકો અને યુવાનોને પણ જરૂર થી પસંદ પડશે. Asmita Rupani -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ખાધા પછી કઈક મીઠું ખાવું જ હોય..તો બીજી ખાંડ વાળી સ્વીટ ખાવા કરતાં નિર્દોષ ગોળ ની sukhadi લાભદાયી છે.. Sangita Vyas -
મલ્ટી ગ્રાઇન ફ્લોર પૌષ્ટિક સુખડી (Multigrain Flour Sukhadi Recipe In Gujarati)
#ફટાફટ ગુજરાતીઓને દરરોજ જમવામાં કંઈક sweet જોઈતી હોય છે.. કેમ કે સુખડી પૌષ્ટિક તત્વોથી ભરપુર માનવામાં આવે છે અને ઝડપથી થઈ જતી વાનગી છે.તો મેં આજે ઘઉંનો જીણો લોટ, ઘઉં નો જાડો લોટ, ૧ નાની વાટકી લોટ, થોડી વરીયાળી, શુંઠ પાઉડર, ઇલાયચી પાઉડર, કાજુ બદામનો ભૂકો, થોડી જાયફળનો ભૂકો, ઉમેરીને આ પૌષ્ટિક સુખડી બનાવી છે.... જે ખુબ સરસ થઇ છે... અને ઘરના બધાને પણ ખૂબ પસંદ આવી છે... આ સુખડી ને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ અને અત્યારે બાળકો કોરોના ને લીધે ઘરે હોય ત્યારે આવી પૌષ્ટિક વાનગી બનાવીને આપવાથી તેને બળ પ્રાપ્ત થાય છે.. અને બાળકોના શરીરના પણ વિકાસ થાય છે.. આ સુખડી ને તમે સાતથી આઠ દિવસ માટે રાખી શકો છો, પિકનિકમાં પણ લઈ જઈ શકો છો... અને હા ડાયાબિટીસ ના દર્દી પણ આ સુખડી ને ખાઈ શકે છે.... તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના રિવ્યુઝ જરૂરથી આપશો... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
-
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
ડ્રાય ફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week2#ડ્રાય_ફ્રુટ_સુખડી/ગોળપાપડી ( Dry Fruit Sukhdi/ Godpapdi Recipe in Gujarati ) ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરીટ આ ડ્રાય ફ્રુટ સુખડી છે. આ સુખડી ને ગોળપાપડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ની પારંપરિક સ્વીટ ડિશ છે. અત્યારે પણ આ સુખડી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે જ છે. આ સુખડી માં ગોળ ઉમેરવામાં આવવાથી આ સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બની રહે છે. આ પરંરાગત મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ છે. Daxa Parmar -
બાજરી નાં લોટ ની સુખડી (Bajri Flour Sukhdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory સુખડી સામાન્ય રીતે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.જે હેલ્ધી ગ્લુટન ફ્રી બનાવી છે.જેમાં ગોળ અને ઘર નું ઘી નો ઉપયોગ કરીને ઈન્સ્ટન્ટ ઈન્ડિયન સ્વીટ બને છે.એકદમ સોફ્ટ બની છે.ફ્રેશ આદું ઉમેર્યુ છે જેથી સ્વાદ માં અને હેલ્ધી બને છે. Bina Mithani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend#Week - 4 મેં સુખડી બનાવી છે જે સુખડી માં મેં ગુંદર ,સુંઠ અને ગંઠોડાનો તેમજ દેશી ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થાય છે જેથી કરીને મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. Ankita Solanki -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ખુબ જ healthy એન્ડ પૌષ્ટિક છે. રોજ સવારે આ ખાવા થી આખો દિવસ energy રહે છે.અને આમાં ઉમેરવામાં આવેલ દરેક ingrdiants માં પોતાની 1 અલગ એનર્જી છે.સ્પેશ્યિલ મસાલા સુખડી megha vasani -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
ઘઉં ના લોટ નો ગોળ વાળો શીરો (Wheat Flour Gol Valo Sheera Recipe In Gujarati)
એકદમ હેલ્થી .. બનાવવા માં,ખાવા માં અને પચવામાં પણ સરળ..😃 Sangita Vyas -
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4આજે હું એકદમ સરસ મજાની પોચી મહુડી જેવી સુખડીની રેસીપી શેર કરું છું .એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો .એકદમ હેલ્ધી રેસિપી છે .આ શિયાળામાં તમને કામ આવશે Mumma's Kitchen -
ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
#MAપારંપરિક વાનગી આપણે માં પાસેથી જ બનાવતા શિખીએ છીએ. તો મધર્સ ડે નિમિતે રેગ્યુલર સુખડી ની જગ્યાએ ઘઉં ના લોટ ની સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે ઘર માં બધાની પ્રિય છે. રાગી નો લોટ ઉમેરવાથી તેની પોષણ ગુણવત્તા વધી જાય છે. Bijal Thaker -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆજે મે ઘઉં નો શીરો ગોળ માં બનાવ્યો .શિયાળો છે એટલે ગોળ ખાવો સારો .ખાંડ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
ઘઉંના લોટ ના લાડુ (Wheat Flour Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#સાતમસ્પેશિયલ#cookpadgujaratiમુઠીયા ના લાડવા તો બનાવતા જ હોઈએ છીએ.પરંતુ આજે મેં સાતમ સ્પેશિયલ ઘઉંના લોટના લાડુ બનાવ્યા છે. ઘઉંના લોટને શેકીને ઘી અને ગોળના ઉપયોગથી લાડુ બનાવ્યા છે. આ લાડુ ઓછી સામગ્રીથી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (5)