ઘઉં ના લોટ નો શીરો

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે.

ઘઉં ના લોટ નો શીરો

#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મીનીટ
3-4 લોકો માટે
  1. 1 કપઘઉંનો કરકરો લોટ
  2. 1/2 કપઘી
  3. 1/2 કપગોળ
  4. 1થી સવા ગ્લાસ જેટલું પાણી
  5. 1 ચમચીસૂંઠ પાઉડર
  6. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  7. સજાવટ માટે બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

15-20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાણી અને ગોળ ઉકાળી લો. ગોળ વાળુ પાણી બનાવી લો.

  2. 2

    એક કડાઈમાં ઘી લઈ ગરમ થાય ત્યારબાદ તેમાં કરકરો ઘઉંનો લોટ નાખી લોટને ધીમા તાપે કલર બદલે અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકો. સરસ મિકસ થઈ જાય ત્યારબાદ તેમાં બનાવેલું ગોળનું મિક્સ કરી સરસ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી હલાવો. હવે શીરામાં સુઠ પાઉડર અને ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરો.

  3. 3

    તો તૈયાર છે ઘઉંના કરકરા લોટ નો શીરો તેના પર બદામની કતરણ નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes