સુખડી(Sukhdi Recipe in Gujarati)

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041

#trend4
આજે હું એકદમ સરસ મજાની પોચી મહુડી જેવી સુખડીની રેસીપી શેર કરું છું .એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો .એકદમ હેલ્ધી રેસિપી છે .આ શિયાળામાં તમને કામ આવશે

સુખડી(Sukhdi Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#trend4
આજે હું એકદમ સરસ મજાની પોચી મહુડી જેવી સુખડીની રેસીપી શેર કરું છું .એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો .એકદમ હેલ્ધી રેસિપી છે .આ શિયાળામાં તમને કામ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
10 થી 15 વ્યક્તિઓ માટે
  1. 2 કપઘઉંનો લોટ
  2. ૧ નાની ચમચીખસખસ
  3. 1 મોટી ચમચીસૂંઠનો પાઉડર
  4. 1 મોટી ચમચીખાવાનો ઝીણો ગુંદ
  5. ૧ વાટકીચોખ્ખુ ઘી
  6. થોડાક ડ્રાયફ્રૂટ્સ ની કતરણ
  7. 1 મોટો ચમચોમોટા સમારેલા ડ્રાય ફ્રુટ
  8. 1-1/2 કપ બારીક ખાંડેલો ગોળ
  9. 1 મોટો ચમચોખમણેલું સૂકું ટોપરું
  10. 1 મોટો ચમચોઘર ની થેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌથી પહેલા એક પેનમાં ડ્રાયફ્રુટ ની કતરણ ને સુખી શેકી લો.

  2. 2

    હવે તેજ કડાઈમાં ૧ થી દોઢ ચમચો ઘી ગરમ કરીને મોટા મોટા સમારેલા ડ્રાય ફ્રુટ ને તળી લો.

  3. 3

    હવે તે જ કડાઈમાં એકદમ ગરમ ઘીમાં ગુંદ ને પણ ગોલ્ડન બ્રાઉન તળીને કાઢી લ્યો.

  4. 4

    હવે તેને એકાદી વાટકી થી કચરીને ભૂકો કરી લ્યો હવે કડાઈમાં બાકી નું ઘી નાખી તેમાં બે વાટકી ઘઉંનો લોટ નાખી ગોલ્ડન બ્રાઉન શેકી લો.

  5. 5

    જ્યારે લોટ બરાબર શેકાઈ જાય તો ગેસ બંધ કરીને ગોળ નાખીને બરાબર હલાવી લો. હવે એક થાળીને ઘી થી બરાબર ચીકણી કરીને રાખી લો

  6. 6

    હવે તેમાં બાકી બધી સામગ્રી જેમકે ખમણેલું નારિયળ,ખાંડ નો ભૂકો,તળીને ક્રશ કરેલું ગુંદ, સૂઠપાવડર, બધી જાતના તળેલા ડ્રાયફ્રુટ,એક ચમચી ધી નાખી બરાબર મિક્સ કરી લો

  7. 7

    હવે તેને ઘી થી ચીકણી કરેલી થાળી માં નાખીને બરાબર લેવલ કરી લો.

  8. 8

    હવે જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેની ઉપર બધી જાતના ડ્રાયફ્રુટ, ખસખસ,મગજતરીના ના બી, નાળિયેરનું ખમણ નાંખી બરાબર દબાવી ને ધારવાડા ચપ્પુથી ડાયમંડ શેપના કાપા પાડી લ્યો.

  9. 9

    તો તૈયાર છે એકદમ સરસ મજાની સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041
પર

ટિપ્પણીઓ

Similar Recipes