સ્ટફડ સાબુદાણા બો‌લ્સ (Stuffed Sabudana Balls Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#ChooseToCook
My Favorite recipe
#cookpad
#cookpadindia
#cookpadgujarati
સાબુદાણા વડા, કટલેસ, ભજીયા વગેરે બને છે.પણ આજે મારી ગ્રુહલક્ષ્મી એ આ નવીન રીતે પનીર સ્ટફ્ડ કરીને બોલ્સ બનાવવાની વાત કરી.મેં બનાવ્યા.ખરેખર ટ્રાય કરવા જેવી રેસીપી છે.હેલ્ધી છે.ટેસ્ટી છે.

સ્ટફડ સાબુદાણા બો‌લ્સ (Stuffed Sabudana Balls Recipe In Gujarati)

#ChooseToCook
My Favorite recipe
#cookpad
#cookpadindia
#cookpadgujarati
સાબુદાણા વડા, કટલેસ, ભજીયા વગેરે બને છે.પણ આજે મારી ગ્રુહલક્ષ્મી એ આ નવીન રીતે પનીર સ્ટફ્ડ કરીને બોલ્સ બનાવવાની વાત કરી.મેં બનાવ્યા.ખરેખર ટ્રાય કરવા જેવી રેસીપી છે.હેલ્ધી છે.ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપસાબુદાણા
  2. 3 નંગબાફેલા બટાકા
  3. 1/2 કપશેકેલા શીંગદાણા નો ભૂકો
  4. 100 ગ્રામપનીર
  5. 2 ટેબલસ્પૂનઆરો લોટ
  6. 1 ટેબલસ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  7. 1 નંગલીંબુ નો રસ
  8. મીઠું આવશ્યકતા અનુસાર
  9. 1 ટીસ્પૂનજીરુ
  10. 1 ટીસ્પૂનતલ
  11. 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  12. 1/2 ટીસ્પૂનમરી પાઉડર
  13. 2 ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  14. શેકવા માટે તેલ,આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણા ને ધોઈ અને 2 કપ પાણી નાખી 3 કલાક માટે પલાળી રાખો.પનીર છીણી લો. છીણેલા પનીરમાં મીઠું, બારીક સમારેલા લીલા મરચાં, લીલા ધાણા, જીરુ નાખી નાના ગોળા વાળી લો.હવે સાબુદાણા ને પેપર નેપકીન પર પાથરી કોરા કરી લેવા.એક બાઉલમાં સાબુદાણા, બટાકા, શીંગદાણા નો ભૂકો, તથા સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તમામ મસાલા એડ કરો.

  2. 2

    બધું બરાબર મિક્સ કરો.તેમાંથી એક ગોળો લઈ નાની પૂરી જેવું બનાવી લેવું.તેની ઉપર પનીરનો ગોળો મૂકો.બધી બાજુથી બંધ કરી ગોળો વાળી લો.

  3. 3

    અપ્પમ પેનની કેવિટીમાં 1/2 ચમચી તેલ નાખી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ગોળા મૂકી દેવા.2 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

  4. 4

    ગોલ્ડન બ્રાઉન, ક્રીસ્પી થાય ત્યાં સુધી ગેસ ઉપર રાખવા.સાઈડ ચેન્જ કરી શેકી લો.

  5. 5

    ગરમા ગરમ સાબુદાણા બોલ્સ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes