ઘટકો

  1. 5-6 નંગ- બ્રોકોલી ના ફૂલ
  2. 10 નંગ- બદામ
  3. 1નાનો - કાંદો
  4. 5-6- કળી લસણ
  5. 1 ટી સ્પૂન- બટર
  6. સ્વાદ પ્રમાણે- મીઠું
  7. 1 ટી સ્પૂન- મરી પાઉડર
  8. 2 ટી સ્પૂન- ક્રીમ/ ઘર ની મલાઈ
  9. 1નાનો ક્યૂબ - છીણેલી ચીઝ
  10. 2 ટી સ્પૂન- કોર્ન ફ્લોર ની સ્લરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બદામ ને ગરમ પાણી માં 3 કલાક પલાળી રાખવી. બ્રોકોલી, કાંદા અને લસણ ને મીઠું નાખેલા પાણી માં બાફી લેવા. બદામ ની skin કાઢી લેવી.

  2. 2

    બ્રોકોલી બરાબર ચઢી જાય એટલે તેને ઠંડુ કરી મિક્સી જાર માં બદામ સાથે ક્રશ કરી લેવી. ફાઇન પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    પેન માં બટર મૂકી તે ગરમ થાય એટલે તેમાં બ્રોકોલી ની પેસ્ટ,મીઠું અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી,છીણેલી ચીઝ ઉમેરી થોડું પાણી નાખી ઢાંકી ને 2 મિનિટ માટે ઢાંકી ને રાખવું. છેલ્લે કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવો. શિયાળાની ઠંડી માં ગરમ ગરમ સૂપ ની મજા માણો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes