બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)

#BR
શિયાળામાં બાજરી અને મેથીમાંથી બનતી અવનવી વાનગીઓ ખાવાની ખુબજ મજા આવતી હોય છે. શિયાળામાં મેથી ના ગોટા એટલે કે મેથીના ભજીયા ખુબજ ખાવાની ખુબજ મજા આવે છે. તો આજે આપણે એક વિસરાતી જતી વાનગી બનાવીશું.
આ વાનગી બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે “બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે લેવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ચમચમિયા બનાવવાની રીત...
બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
#BR
શિયાળામાં બાજરી અને મેથીમાંથી બનતી અવનવી વાનગીઓ ખાવાની ખુબજ મજા આવતી હોય છે. શિયાળામાં મેથી ના ગોટા એટલે કે મેથીના ભજીયા ખુબજ ખાવાની ખુબજ મજા આવે છે. તો આજે આપણે એક વિસરાતી જતી વાનગી બનાવીશું.
આ વાનગી બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે “બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે લેવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ચમચમિયા બનાવવાની રીત...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં બાજરીના લોટને ચાળીને લો. તેમાં ઝીણી સમારેલી મેથી, ઝીણી સમારેલી કોથમીર, આદુ – મરચાની પેસ્ટ, હિંગ, સફેદ તલ, અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે તેમાં 1/2વાટકી દહીં ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી લો.
- 2
થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને તેમાંથી મિડિયમ જાડું બેટર તૈયાર કરો. તેમાં એક ચમચી હળદર અને કૂકિંગ સોડા નાખી સારી રીતે મિક્સ કરો. હવે ચમચમિયા બનાવવા માટે એક નોન સ્ટિક પેનમાં થોડું તેલ લઇ ગ્રીસ કરી લો અને બેટર સ્પ્રેડ કરી લો. પછી સાઈડમાં અને ઉપર થોડું થોડું તેલ ઉમેરો. હવે 2-3 મિનિટ માટે ધીમો ગેસ રાખીને એક બાજુ કૂક થવા દો. 2 મિનિટ પછી હળવા હાથે ચમચમિયા ને બીજી બાજુ ફેરવી દો.
- 3
હવે આ જ રીતે બીજી બાજુ 2 મિનિટ માટે કૂક થવા દોં. 2 મિનિટ પછી તમે જોઈ શકશો કે એકદમ હેલ્ધી અને ગરમા ગરમ ચમચમિયા નાસ્તા માટે બનીને તૈયાર થઇ ગયા છે. હવે ચમચમિયાને એક પ્લેટમાં લઇ સર્વ કરો.
Similar Recipes
-
બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
બાજરી ના ચમચમિયા ફક્ત બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો બીજો લોટ ઉમેરવામાં આવતો નથી. તમને બીજો લોટ ઉમેરવાનું મન થશે પણ બીજો કોઈ પણ લોટ ઉમેર્યા વગર આ અલગ પ્રકારની વાનગી ની મજા માણો. બાજરીના લોટની સાથે ઉમેરવામાં આવતી ઘણી બધી લીલી શાકભાજી ઓ આ વાનગીને ખૂબ જ હેલ્ધી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ ખુબજ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની વાનગી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. બાજરીના ચમચમિયા ને અથાણાં, ચટણી, રાયતા, દહીં અથવા તો ચા કે કોફી સાથે પીરસી શકાય. spicequeen -
ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)
#WLD#LCM2#MBR7#week7#CWM2#Hathimasala#cookpadgujarati#cookpad ચમચમિયા સામાન્ય રીતે બાજરાના લોટ માંથી બનાવવામાં આવે છે. શિયાળાની સિઝનમાં લીલી મેથી, લીલું લસણ, કોથમીર વગેરે જેવા શાકભાજી ખૂબ જ સરસ આવે છે. આ ચમચમિયામાં મેં લીલી મેથી, લીલા લસણ અને કોથમીર નો ભરપૂર ઉપયોગ કર્યો છે. બાજરીના ચમચમિયા મારા દાદીમાંના વખતથી અમારા ઘરમાં બનતા આવે છે. શિયાળાની સિઝનમાં આ ગરમા ગરમ ચમચમિયા ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
બાજરી ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
બાજરીના લોટ ના ચમચમિયા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. મેથી લસણ અને દહીંની ખટાશ આ ડીશને ખાસ ફ્લેવર આપે છે. શિયાળામાં ખાસ કરીને વાનગી બને છે. Disha Prashant Chavda -
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujarati#MBR6બાજરીના ચમચમીયા એ એક વિસરાતી વાનગી છે.તે બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે. બાજરી ના ચમચમીયા બનાવવા માટે એક નોન સ્ટીક તવી પર તેલ અથવા ઘી લગાવી ઉપર તલ ભભરાવી તેમાં બાજરીના લોટમાં લીલા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવેલ મિશ્રણ નાંખી ને સેજ જાડા પુડલા જેવા બનાવી તેને ૩-૪ મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી ઘી વડે શેકવામા આવે છે. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે દહીં, ચટણી, સોસ કે ચા સાથે લેવામાં આવે છે. Ankita Tank Parmar -
બાજરી નાં ચમચમિયા(bajri chamchamiya recipe in Gujarati)
#MS ચમચ થી સ્પ્રેડ કરવામાં આવે છે.તેથી તેનું નામ ચમચમિયા કહેવાય છે.ઘી થી બહુ સરસ બને છે.જે વિસરાતી વાનગી છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.શિયાળા માં હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે.આ વાનગી બનાવવા માટે બાજરી નો લોટ તાજો દળાવેલો અને બનાવવાં સમયે ચાળવો. Bina Mithani -
-
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
બાજરીના ચમચમિયા એ એક વિસરાઈ ગયેલી ગુજરાતી વાનગી છે.શિયાળામાં બનાવાતી આ વાનગી પૌષ્ટિક અને ટેસ્ટી છે. સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે આ વાનગી પરફેક્ટ છે.#GA4#Week24 Vibha Mahendra Champaneri -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ બાજરી અને મેથીની ભાજી ના બનાવમાં આવે છે.ખુબજ હેલ્થી ડીશ છે. ટેસ્ટ માં બવ યમ્મી લાગે છે.#GA4#Week19#Methi ni bhaji Payal Sampat -
-
બાજરી ના લોટ ના થેપલા (Bajri Flour Thepla Recipe In Gujarati)
#GA4#Week24#Bajri#post2ઠંડીની સીઝનમાં બાજરીના થેપલાઅને તેમાં મેથીની ભાજી એડ કરીને કોથમીર એડ કરીને બનાવેલા થેપલા ખાવાની બહુ જ મજા આવે છે .તો આજે મેં મેથી બાજરીના થેપલા બનાવ્યા છે. Jyoti Shah -
બાજરીના પેન કેકસ(Bajri na Pan cake recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post4શિયાળામાં બાજરી ખાવામાં બહુ શક્તિદાયક પચવામાં હલકી હોય છે અને ફાઈબર વાળી હોય છે એટલે બાજરી ની નવી નવી વેરાઈટી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે મેં આજે બાજરીના પેનકેક એટલે કે બાજરીના ચરમીયા બનાવ્યા છે જે હેલ્ધી અને ટેસ્ટી છે અને જે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બન્યા છે. Jyoti Shah -
મેથી - બાજરી ના ચીલ્લા (Methi Bajri Chilla Recipe In Gujarati)
મેથી બાજરીના ચીલા એક ખૂબ જ હેલ્ધી નાસ્તો છે જે શિયાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી વાર બાળકો મેથી ના પાન અને બાજરી નથી ખાતા.પણ જો આવી રીતે ચીલા કરીને બનાવવામાં આવે અને દહીં કે પછી ગ્રીન ચટણી સાથે પીરસવામાં આવે તો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week19#Methi Nidhi Sanghvi -
-
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
બાજરી કોથમીર ના વડા (Bajri Kothmir Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#CWM1#Hathimasalaશિયાળાની સીઝન આવી ગઈ છે અને બધા લીલા શાકભાજી પણ મળી રહે છે. તેથી અલગ અલગ ભાજીમાંથી અને લીલા શાકભાજી માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. અહીં મેં મેથી અને કોથમીરનો ઉપયોગ કરીને બાજરી કોથમીરના વડા બનાવ્યા છે. બાજરીના વડા બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બાજરીના વડા ચા અને દૂધ સાથે ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
મેથીના મુઠીયા ફરસાણ તથા જમવામાં લેવામાં આવે છે આ સૌને ભાવતી વાનગી છે#GA4#Week19 himanshukiran joshi -
બાજરી મેથી મસાલા વડા (Bajri Methi Masala Vada Recipe In Gujarati)
#EB #Week16 #Bajri_Vada#બાજરીમેથીમસાલાવડા#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveસ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ગરમ અને ઠંડા બંને ખાવાની મજા આવે છે. આપણે ગુજરાતી શીતળા સાતમ માં ઠંડુ ખાવા માટે પણ બનાવીએ છીએ. Manisha Sampat -
બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
બાજરી મેથી નાં ચમચમિયા#વિસરાતી_વાનગી#WLD #વીન્ટર_લંચ_ડીનર#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #બાજરો #મેથી #ચમચમિયા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા ની ઠંડી માં ગુજરાતીઓ નાં ઘર ઘર બાજરી મેથી નાં ચમચમિયા બને છે. જે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક હોય છે. ગરમાગરમ ચા કે કોફી સાથે, લસણ ની ચટણી, કોથમીર મરચાં ની ચટણી, લીલી ડુંગળી, અથાણું, મરચાં , રાયતાં , જે મનપસંદ હોય તેની સાથે ખાવા નો આનંદ માણો.. Manisha Sampat -
જુવાર બાજરી રાગી ચમચમીયા (Jowar Bajri Ragi Chamchamiya Recipe In Gujarati)
#MBR9Week 9મલ્ટી ગ્રેઈનકેલ્શિયમ થી ભરપુર આ વાનગી પારંપરિક છે..વિસરાતી એવી આ વાનગી જ્યારે શરદી કે તાવ જેવી બીમારી પછી અશકિત આવી ગઈ હોય અને મો નો સ્વાદ બગડી ગયો હોય ત્યારે બનાવવામાં આવતી.... મેં ત્રણે ય લોટમાં લીલી મેથી, લીલું લસણ,આદુ મરચા, લીલી હળદર, અજમો ઉમેરીને તેમજ દહીં માં પલાળીને બનાવેલ છે જે વડીલો તેમજ બાળકોને પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
-
બાજરી જુવાર મેથી ના ચમચમિયા (Bajri Jowar Methi Chamchamiya Recipe In Gujarati)
શિયાળામાં રાત્રે ડીનર માં લઇ શકાય એવી હેલ્થી, ટેસ્ટી, ડાયાબિટીસ ફ્રેન્ડલી કવીક રેસિપી છે. #WLD Rinku Patel -
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#LCM2 આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે Dipal Parmar -
જુવાર બાજરીના ચમચમિયા (Jowar Bajara Chamchamiya Recipe In Gujarati)
#GA4#week16#જુવાર બાજરીના ચમચમિયાદો દિલ મીલ રહે હૈ.... મગર ચુપકે ચુપકે....જુવાર બાજરી મીલ રહે હૈ મેથી & ગ્રીન લસુન કે સંગસબકો પસંદ આયેગા ચમચમિયા ચુપકે ચુપકે નવા વરસે હું તમારાં માટે લાવી છુંજુવાર બાજરીના ચમચમિયા Ketki Dave -
બાજરીનાં ચમચમિયા
#શિયાળાશિયાળામાં બાજરીનું સેવન કેટલું ગુણકારી છે તે વિશેની માહિતી આપણે આગળ મગ બાજરીની ખીચડી બનાવી તે પોસ્ટમાં જાણી હતી. આજે હું બાજરીમાંથી બનતી એક અલગ જ વાનગી બનાવીશ જે મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. આમ તો અવારનવાર ઘરમાં બાજરીનાં થેપલા, વડા અને રોટલા બનતા જ હોય છે. પરંતુ જ્યારે થેપલા વણવાનો, વડા થેપવાનો કે રોટલા ટીપવાની આળસ આવે ત્યારે બાજરીનાં ચમચમિયા બનાવીને ખાવાની મજા આવે છે. જેમાં મસાલાની સાથે ભાજીનું પ્રમાણ ભરપૂર હોવાથી ખૂબ જ પૌષ્ટિક અને પોચા બને છે તથા બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week24 વિસરાતી વાનગી ચમચમીયા આજે મેં પ્રથમ વાર બનાવ્યા છે બાજરી ખુબ જ પૌષ્ટિક ધાન છે જેનો ઉપયોગ હું ખુબ જ કરું છું ને ચમચમીયા સ્વાદિષ્ટ ને હેલ્થી ફૂડ છે જરૂરથી ટ્રાય કરજો. Minaxi Rohit -
-
-
બાજરી ના ચમચમીયા(Bajra chamchamiya recipe in Gujarati)
#GA4#Week12#foxtail_millet#mayonnaise#બાજરી_ચમચમીયા#cookpadindia#CookpadGujaratiચમચમીયા એ એક વિસરાતી વાનગી છે. આપણે જેમ ચણા ના લોટ ના પુડલા બનાવીએ તેમ આ બાજરી ના લોટ ના ચમચમીયા.. વિન્ટર માં એકદમ મજા આવે એવી વાનગી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મેથીના ગોટા ગુજરાતી લોકોનું ખૂબ જ પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આપણને દરેકને ગરમા ગરમ મેથીના ગોટા ડુંગળી, તળેલા લીલા મરચા અને ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે.આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જતી મેથીના ગોટા ની રેસીપી છે. જો તમે ઘરે મેથીના ગોટા ના બનાવતા હો અથવા તો ઘરે બહારના જેવા મેથીના ગોટા ના બનતા હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (11)