કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#MBR7
Week 7
હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે..

કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)

#MBR7
Week 7
હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ટોટલ ૪૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપમિક્સ લોટ,સોજી,ચોખાનો લોટ અને બેસન
  2. ૧ નંગપીળી મકાઈ
  3. ૧ નંગગાજર
  4. ૧ કપદહીં
  5. ૨ નંગમરચા
  6. ૪-૫ કળી લસણ અને આદુ
  7. ૧ ટેબલસ્પૂનધાણા
  8. ૧ ચમચીતલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧ ટેબલસ્પૂનમરચું
  11. ૧/૪ ચમચીહળદર
  12. ૧ ચમચીખાંડ
  13. ૧/૪ ચમચીહિંગ
  14. ૧/૨ ચમચીસોડા
  15. ૧ ચમચીલીંબુ નો રસ
  16. જરૂર મુજબ પાણી
  17. તડકા માટે
  18. ૨ ચમચીતેલ
  19. ૧ ચમચીરાઈ જીરું તલ લીમડો હિંગ

રાંધવાની સૂચનાઓ

ટોટલ ૪૦ મિનિટ
  1. 1

    મિક્સ લોટ માં દહીં ઉમેરી મિક્સ કરી ૧૦ મિનિટ માટે ઢાંકી ને rest આપો.ત્યાં સુધી માં વપરાશ માં લેવાની બધી સામગ્રી,મસાલા અને વઘાર તૈયાર કરી દો..મકાઈ ગાજર આદુ મરચા લસણ ને છીણી લેવા..

  2. 2

    Rest બાદ પલાળેલા લોટ માં,ગાજર નું છીણ,મકાઈ નું છીણ,મસાલા અને જરૂર પ્રમાણે પાણી એડ કરી ખીરું તૈયાર કરવું.

  3. 3

    ગેસ પર પેન માં તેલ લઇ રઈ જીરું હિંગ તલ લીમડા ના પાન વઘારી,ખીરા માં સોડા અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લેવું અને વઘાર પર પાથરી દેવું.ગેસ ધીમો રાખી ઢાંકી ને નીચેની બાજુ સારી રીતે ચડી જાય પછી ઉથલાવી ને બીજી સાઇડ ચડવા દેવું.સરસ બ્રાઉન ક્લર આવે એટલે ઉતારી ડિશ માં કાઢી ધાણા મરચા લસણ ની લીલી ચટણી સાથે સર્વ કરવું.
    કોર્ન કેરેટ નો ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes