રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 2 કપબાજરી નો લોટ
  2. 1/2 કપઘઉં નો લોટ
  3. 1 ચમચીદેશી ઘી (મોણ માટે)
  4. 1 કપમેથી ની ભાજી સમારેલી
  5. 2 ચમચીકોથમીર સમારેલી
  6. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 2 ચમચીતલ
  8. 1/2 ચમચીઅજમો
  9. 1 ચમચીહળદર
  10. 1 ચપટીહિંગ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1/2 કપદહીં
  13. 1 ચમચીગોળ નું પાણી (¼ કપ)
  14. શેકવા માટે ઘી /તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટ ચાળી લેવા.મેથી ની ભાજી અને કોથમીર ને ધોઈ ને નિતારી લેવું. હવે જણાવ્યા પ્રમાણે બધા ઘટકો અને 1 ચમચી તલ ઉમેરી મિક્સ કરી લેવું.

  2. 2

    લોટ માં દહીં ઉમેરી જરૂર લાગે તો જ પાણી ઉમેરવું અને ઢેબરા વણી શકાય એવો લોટ બાંધવો. લોટ માં થી લુવા કરી લેવા.

  3. 3

    વણતી વખતે તલ છાટી અટામણ ની મદદ થી ઢેબરા વણી લેવા.મે ગોળ ઢાંકણ ની મદદ થી કટ કર્યા છે.હવે તેને તવી પર બંને બાજુ ઘી વડે શેકી લેવા.

  4. 4

    આ રીતે સર્વ કરવા માટે મેથી બાજરી ના ઢેબરા તૈયાર છે.તેને સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes