આમળા સ્વીટ કેન્ડી (Amla Sweet Candy Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#MBR8
#cookpadindia
#cookpadgujarati
#winterfruit
ભારત અને આસપાસના દેશોમાં મળી આવતા આમળા હવે દેશ જ નહીં પણ દુનિયામાં સુપરફ્રુટ (super fruit) તરીકે જાણીતાં બન્યા છે. એ વાત તો તમે સાંભળી જ હશે કે એક નાનકડા આમળાના સેવનથી 20 નારંગીના સેવન બરાબર વિટામિન સી (vitamin C) શરીરને મળે છે. આમળા શિયાળામાં જોવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે. આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ સ્વાસ્થને લાભ પહોંચોડે છે. નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.આમળા, પોષક તત્વોનું એક પાવરહાઉસ છે. એનું સેવન અથાણું, મુરબ્બો, કેન્ડી, જ્યૂઝ અને ચ્યવનપ્રાસના રૂપમાં કરવામાં આવે છે. આમળા પોતાના એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-કેન્સર અને એન્ટી-ઇનફ્લીમેટરી ગુણો માટે જાણીતા છે. એને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે.આટલા સરસ વિવિધ ગુણોના કારણે જ આયુર્વેદમાં તેને અમૃત ફળ કહેવામાં આવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઆમળા
  2. 700 ગ્રામખાંડ
  3. વાટકો ખાંડનું બોરુ
  4. જરૂર મુજબ ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આમળાને પાણીથી બરાબર ધોઈ પ્રેશર કુકરમાં વરાળે એક સીટી વગાડી લો. ત્યારબાદ તેના ઠળિયા અલગ કરી બધી પેસીને એક પહોળા વાસણમાં કાઢી લો હવે આ વાસણની અંદર ખાંડ ઉમેરી 24 કલાક ઢાંકીને રાખી મૂકો.જો હજુ આમળા નો રંગ બદલાયો ના હોય તો વધુ 12 કલાક રાખી મુકવા.

  2. 2

    હવે આમળાને ખાંડની ચાસણીમાંથી ચારણામાં લઈ નિતારી લેવા અને એક ચોખ્ખા કોટનના કપડા પર તદ્દન કોરા થાય ત્યાં સુધી સુકવણી કરવા.આમળા બરાબર સુકાઈ જાય એટલે તેમાં સ્વાદ અનુસાર ચાટ મસાલો અને ખાંડના બૂરાથી કોટિંગ કરી એ ટાઈટ કન્ટેનરમાં ભરી સ્વીટ કેન્ડી નો આનંદ માણવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes