ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામખજૂર
  2. 1 કપકાજુ બદામ પિસ્તા
  3. 1 ચમચીખસખસ
  4. 1 ચમચીસૂંઠ પાઉડર
  5. 1 ચમચીગંઠોડા પાઉડર
  6. 1 ચમચીઈલાયચી પાઉડર
  7. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂરમાંથી બી કાઢીને તેને બારીક ચોપ કરી લો. ડ્રાયફ્રૂટ્સને બારીક સમારી લો.

  2. 2

    પેન માં ખસખસ ને રોસ્ટ કરી લો. પછી તેમાં ઘી એડ કરી ગરમ કરો. તેમાં કાજુ બદામ અને પિસ્તા ને રોસ્ટ કરી લો. એક બાઉલમાં લઈ સાઈડમાં મૂકી દો.

  3. 3

    હવે એ જ પેનમાં ઘી એડ કરીને ખજૂરને પણ બરાબર સોફ્ટ અને એકરસ થઈ જાય ત્યાં સુધી ગરમ કરો સતત હલાવતા રહેવું.

  4. 4

    ખજૂર બરાબર સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, ઈલાયચી પાઉડર અને ખસખસ એડ કરો પછી તેને એક થાળીમાં સ્પ્રેડ કરી લો. થોડું ઠંડુ થાય પછી તેના કાપા પાડી લો.

  5. 5

    રેડી છે ખજૂર ડ્રાયફ્રૂટ્સ પાક. શિયાળામાં ખજૂર પાક ખાવાથી શરીરમાં ગરમાવો મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes