બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#JWC1
#cookpad_gujarati
#cookpadindia
બીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.
બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 નંગ બીટ
  2. 4 કપદૂધ
  3. 2ચમચા ખાંડ
  4. 1ચમચો ઘી
  5. 1ચમચો મલાઈ
  6. 1ચમચા બદામ ની કતરણ
  7. 1ચમચો પિસ્તા ની કતરણ
  8. 1/4 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બીટ ને ધોઈ, છાલ કાઢી,ખમણી લો.

  2. 2

    ઘી ગરમ મુકો અને બીટ ની છીણ ને થોડું સાંતળી લો. પછી દૂધ ઉમેરી ને થોડું ચડવા દો.

  3. 3

    થોડું ચડે એટલે ખાંડ પણ ઉમેરી દો અને બીટ સરખું ચડી જાય અને દૂધ પણ બળી જાય ત્યાં સુધી પકાવો.

  4. 4

    દૂધ બળી જાય અને હલવો થઈ જવા આવે એટલે ઇલાયચી પાઉડર અને મલાઈ નાખી ને હજી થોડું સાંતળો. પછી આંચ બંધ કરો.

  5. 5

    બદામ પિસ્તા ની કતરણ થી સજાવો અને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes