વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

ચાઇનીઝ રેસિપી મા વધારે પડતા તેલ કે મસાલા ના ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા સમય અને સામાન્ય રીતે ઘર મા હોઈ એવી સામગ્રી માંથી તૈયાર થાઈ જાય છે. વૉન્ટોન ને તળી ને બનાવામાં આવે છે પણ વૉન્ટોન સૂપ મા જ બોઈલ કરવામાં આવે છે. ફ્લેવરફુલ આ સૂપ ચોક્કસ થી ટ્રાય કરવા જેવો છે.
#WCR

વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati)

ચાઇનીઝ રેસિપી મા વધારે પડતા તેલ કે મસાલા ના ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા સમય અને સામાન્ય રીતે ઘર મા હોઈ એવી સામગ્રી માંથી તૈયાર થાઈ જાય છે. વૉન્ટોન ને તળી ને બનાવામાં આવે છે પણ વૉન્ટોન સૂપ મા જ બોઈલ કરવામાં આવે છે. ફ્લેવરફુલ આ સૂપ ચોક્કસ થી ટ્રાય કરવા જેવો છે.
#WCR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વૉન્ટોન માટે
  2. 1 કપમેંદો
  3. 1/2 કપપાણી
  4. વૉન્ટોન સ્ટફિન્ગ માટે
  5. 1/2 કપકોબી
  6. 1/4 કપગાજર
  7. 1/4 કપકેપ્સિકમ
  8. 2-3 ટેબલસ્પૂનલીલી ડુંગળી
  9. 1ટેબલસ્પૂ્ન આદું લસણ ની પેસ્ટ
  10. 1 ટીસ્પૂનસોય સોસ
  11. સ્વાદાનુસાર મરી નો ભુક્કો
  12. સૂપ માટે
  13. 1 ટીસ્પૂનતેલ
  14. 3 કપપાણી/વેજ સ્ટોક
  15. 2 ટેબલસ્પૂનડુંગળી
  16. 2 ટેબલસ્પૂ્ન કોબી
  17. 2 ટેબલસ્પૂનકેપ્સિકમ
  18. 2 ટેબલસ્પૂનગાજર
  19. 1 નંગલીલું મરચું જીણું સમારેલું
  20. 1 ટીસ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  21. 1 ટીસ્પૂનસોય સોસ
  22. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વોન્ટોન શીટ માટે લોટ બાંધી લેવો જેમા મોણ નાખવું નહિ.. પાણી અને મીઠું ઉમેરી તૈયાર કરવો અને 30-40 મિનિટ રેસ્ટ આપવો

  2. 2

    ત્યારબાર સ્ટફિન્ગ માટે શાક ને જીણા સમારીને અન્ય સામગ્રી મિક્સ કરી સ્ટફિન્ગ તૈયાર કરવું

  3. 3

    હવે વૉન્ટોન શીટ માટે બામવા તેટલી પાતળી રોટલી વણી ચોરસ આકાર મા કાપી તૈયાર કરવુ

  4. 4

    ત્યારબાદ સ્ટફિન્ગ મૂકી કિનારે પાણી લગાડી ને વૉન્ટોન નો આકાર આપી તૈયાર કરવા

  5. 5

    હવે સૂપ માટે તેલ મા સૌ પ્રથમ ડુંગળી, આદુ અને લસણ સાંતળી લેવા ત્યારબાદ ગાજર, કોબી, કેપ્સિકમ અને લીલુ મરચું ઉમેરી 1-2 મિનિટ સાંતળી લેવા ત્યારબાદ પાણી ઉમેરી 5-6 મિનિટ ઉકળવા દેવું

  6. 6

    ત્યારબાદ સોય સોસ ઉમેરી સૂપ મા તૈયાર વૉનટોન ઉમેરી 8-10 મિનિટ અથવા વૉન્ટોન ટ્રાન્સપેરેન્ટ થાય ત્યાં સુધી થવા દેવો

  7. 7

    ગરમ ગરમ સૂપ ને લીલી ડુંગળી થી ગાર્નીશ કરી સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes