વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??
આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે.

વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??
આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
4 વ્યક્તિ
  1. વેજીટેબલ સ્ટોક માટે:
  2. 1 કપકોબીજ
  3. 1/2 કપગાજર
  4. 4 કપપાણી
  5. 1/2 કપકેપ્સીકમ
  6. 1/2 કપકાંદા
  7. થોડુ મીઠુ અને ખાંડ
  8. સૂપ બનાવવા માટે:
  9. 1/2 કપકોબીજ ઝીણી સમારેલી
  10. 1/2 કપગાજર ઝીણા સમારેલા
  11. 1/2 કપકેપ્સિકમ ઝીણા સમારેલા
  12. 1 ચમચીલસણ ઝીણુ સમારેલુ
  13. 1 ચમચીઆદુ પેસ્ટ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 1 મોટી ચમચીસોયા સોસ
  16. 1/2 ચમચીવિનેગર
  17. 1 ચમચીલીલા મરચાં ઝીણા સમારેલા
  18. 1 ચમચીકોનૅફ્લોર
  19. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    વેજીટેબલ સ્ટોક બનાવવા માટે બધા સમારેલા શાકભાજીને કુકરમાં પાણી લઇ થોડુ મીઠું અને ખાંડ નાખી 4-5 વ્હિસલ બોલાવી લેવું.

  2. 2

    ઠંડુ પડે એટલે બ્લેન્ડર ફેરવી એકરસ કરી લેવુ.અને ગળણીથી ગાળી લેવું.

  3. 3

    સૂપ બનાવવા માટે કઢાઈમાં 2 ચમચી તેલ લેવુ.ગરમ થાય એટલે તેમાં લસણ,આદુ અને મરચું ઉમેરવું.1/2 મિનિટ સાતળવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં શાકભાજી નાખી 2 મિનિટ સાતળવું.ધ્યાન રહે આપણે શાકભાજીને બહુ ચડાવવાના નથી.

  5. 5

    તેમાં સોયાસોસ,મીઠું તેમજ વિનેગર ઉમેરવું.

  6. 6

    વેજ સ્ટોક મા કૉનૅફ્લોર મિક્ષ કરી કઢાઈમાં નાખી 7-8 મિનિટ ઊકાળો.તૈયાર છે વેજ મન્ચાઉ સૂપ.

  7. 7

    ગરમાગરમ ફ્રાઇડ નૂડલ્સ સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Prit Naik
પર

ટિપ્પણીઓ

Similar Recipes