મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍
#WKR

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ.
૪ વ્યક્તિ
  1. ૪ ચમચીચણાની દાળ
  2. ૪ ચમચીમગની પીળી દાળ
  3. ૪ચમચી મગની ફોતરાવાળી દાળ
  4. ૪ ચમચીઅડદની દાળ
  5. ૪ ચમચીચણાની દાળ
  6. ૪ ચમચીતુવેરની દાળ
  7. 1/2વાટકી ધંઉના ફાડા
  8. ચમચો આદુ, મરચા, લસણની પેસ્ટ
  9. ગાજર
  10. ૧/૨કેપ્સીકમ
  11. ૧/૨ વાટકીલીલવા
  12. ૧/૨ વાટકીસમારેલુ લીલુ લસણ
  13. ૧/૨ વાટકીસમારેલી લીલી ડુંગળી
  14. ૧ વાટકીસમારેલા ધાણા
  15. થોડુ સમારેલુ ફ્લાવર
  16. થોડી સમારેલી બો્કલી
  17. ૧/૨ વાટકીસમારેલી કોબીજ
  18. ટામેટુ
  19. ચમચો ઘી
  20. ૧ ચમચીમીઠું
  21. ૧ ચમચીમરચુ
  22. ૧/૨ ચમચીહળદર
  23. ૧ ચમચીધાણાજીરુ
  24. ૧/૨ ચમચીગરમ મસાલો
  25. જરુર પુરતુ પાણી
  26. ૨ ચમચીઅધકચરા વાટેલા શીંગદાણા
  27. ૨ ચમચીશીંગદાણા

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ.
  1. 1

    બધી દાળ અને ધંઉના ફાડાને ભેગા કરીને ગરમ પાણીમાં ૧/૨ કલાક માટે પલાળી રાખો.બધુ શાકભાજી જીણુ સમારીને ધોઇને પાણી નીતારી લો.લસણ આદુ મરચાની પેસ્ટ રેડી રાખો.

  2. 2

    કૂકરમાં મોટો ચમચો ઘી ગરમ કરીને તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ સાંતળો. તેમાં બધા શાકભાજી નંખો. તેમાં મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ, ગરમ મસાલો નાંખો. બરાબર હલાવીને પલાળેલી દાળ અને ફાડા ઉમેરો. ૨ ચમચી અધકચરા વાટેલા શીંગદાણા નાંખો.૨ ચમચી આખા શીંગદાણા નાંખો.૧ વાટકો દાળ અને ફાડા હોય તો ૩ વાડકા પાણી નાંખવુ.

  3. 3

    એક ઉભરો આવે પછી કૂકર બંધ કરીને ૩ વ્હિસલ વગાડો.કૂકર ઠંડુ પડે પછી ખોલીને ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી ખીચડી સઁવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

Top Search in

દ્વારા લખાયેલ

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

Similar Recipes