લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

વડોદરા ની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.. જે મૂળ તો કઠોળ ના સફેદ વટાણા માં થી બનાવવા માં આવે છે. પરંતુ આજે અચાનક જ બનાવવા નું થયું તો લીલા વટાણા માં થી બનાવી જોયું.. ખૂબ જ સરસ શિયાળા માં એકદમ તીખું ખાવાની મજા જ પડી ગઈ.. તો ચાલો બનાવીએ.... 👍🏻

લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)

વડોદરા ની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.. જે મૂળ તો કઠોળ ના સફેદ વટાણા માં થી બનાવવા માં આવે છે. પરંતુ આજે અચાનક જ બનાવવા નું થયું તો લીલા વટાણા માં થી બનાવી જોયું.. ખૂબ જ સરસ શિયાળા માં એકદમ તીખું ખાવાની મજા જ પડી ગઈ.. તો ચાલો બનાવીએ.... 👍🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામલીલા વટાણા
  2. 1/4 કપબાફેલા બટાકા નો માવો
  3. 1 કપડુંગળી ટામેટાં આદુ મરચાં લીલા લસણ ની ગ્રેવી
  4. 5-6 tbspતેલ
  5. 1 tspજીરું
  6. ચપટીહિંગ
  7. 1પેકેટ શ્રી હરિ નો સેવઉસળ નો મસાલો (બીજા કોઈજ મસાલા ઉમેરવા નહી)
  8. 1 કપગાંઠિયા જીણા
  9. 1/4 કપલીલી ડુંગળી ના પાન
  10. 1/4 કપતરી બનાવા માટે લસણ મરચાં ની તીખી ચટણી
  11. 1લીંબુ નો રસ
  12. 1ડુંગળી જીણી સમારેલી
  13. જરૂર મુજબ પાઉં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલા વટાણા તથા બટાકા ને બાફી માવો કરી લો. બાકી સામગ્રી ભેગી કરી લો. ડુંગળી, ટામેટાં, આદુ, મરચાં, લીલા લસણ ની ગ્રેવી કરી લો.

  2. 2

    હવે કડાઈ માં તેલ લઇ જીરા હિંગ નો વઘાર કરવો. પછી ગ્રેવી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. શ્રી હરિ મસાલા નું પેકેટ ઉમેરવું.(આ મસાલા માં મીઠું તથા અન્ય બધા જ મસાલા હોવાથી બીજું કશું ઉમેરવું નથી પડતું). બસ તો એ સંતળાય પછી બાફેલા લીલા વટાણા અને બટાકા નો માવો ઉમેરો. મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખી ધીમા તાપે 10 મિનિટ ઉકાળો. છેલ્લે ગેસ બન્ધ કરી લીંબુ નો રસ નાખી ઢાંકી દો.

  3. 3

    તરી બનાવા માટે એક પેન માં 3 ટેબલ સ્પૂન તેલ લો. ગરમ થાય એટલે તરત ગેસ બન્ધ કરી તીખી લસણ મરચાં ની ચટણી ઉમેરી તેમાં 1/4 ચમચી ઉસળ મસાલા ઉમેરી મિક્સ કરી લો. તરી રેડી છે.

  4. 4

    સર્વ કરવા માટે જીણા ગાંઠિયા લઇ તેમાં લીલી ડુંગળી ના પાન,1 ચમચી સેવ ઉસળ મસાલો અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરો.એક બાઉલ માં ઉસળ લઇ તેની પર બનાવેલી તરી, જીણા ગાંઠિયા, લીલી ડુંગળી ના પાન, લીલું લસણ, સમારેલી ડુંગળી લીંબુ નો રસ ઉમેરી પાઉં, તરી અને તરી સેવ કે ગાંઠિયા આપણે બનાવ્યા એની જોડે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes