મટકા દાલ (Matka Dal Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

#SN3 #vasantmasala
#aaynacookeryclub આ રેસિપી અલગ અલગ રીતે બનાવી શકાય છે અને અલગ અલગ દાળથી પણ બનાવી શકાય છે

મટકા દાલ (Matka Dal Recipe In Gujarati)

#SN3 #vasantmasala
#aaynacookeryclub આ રેસિપી અલગ અલગ રીતે બનાવી શકાય છે અને અલગ અલગ દાળથી પણ બનાવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મીનીટ
2 લોકો માટે
  1. 2 મોટી ચમચીમગની પીળી દાળ
  2. 2 મોટી ચમચીમસૂરની દાળ
  3. 2 મોટી ચમચીચણાની દાળ
  4. 2 મોટી ચમચીઅરહર ની દાળ (તુવેરની દાળ)
  5. 3 મોટી ચમચીઅડદની કાળી દાળ અથવા આખા અડદ
  6. 2 નંગસુકા લાલ મરચાં
  7. 6-7મરીદાણા
  8. 3-4લવિંગ
  9. 1તમાલપત્ર
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. 1 ચમચીજીરૂ
  12. 2 ચમચી આખા ધાણા
  13. 1/2 નાની ચમચીહળદર
  14. 1/4 નાની ચમચીહીંગ
  15. 1 નાની ચમચીગરમ મસાલો
  16. 1 નંગ ડુંગળી
  17. 3 ચમચીઆદું મરચાં લસણની પેસ્ટ
  18. 2 નંગ ટામેટાં
  19. 2 ચમચીઘી
  20. 4 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

35મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી દાળ ને ધોઈ સાફ કરી કુકરમાં 3 થી 4 સીટી કરી બાફી લેવી

  2. 2

    હવે સકા મસાલા ને મીક્સી મા અધકચરા ક્રશ કરી લેવા

  3. 3

    ત્યારબાદ માટીના વાસણમાં તેલ મૂકી ક્રશ કરેલ સૂકા મસાલા અને ડુંગળી ને સાતળી લેવી સહેજ બ્રાઉન થવા દેવી

  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટાં નાખીને એકદમ ગળી જાય ત્યાં સુધી સાતળી ને તેમાં આદું મરચાં લસણની પેસ્ટને પણ સાતળી લેવી

  5. 5

    ત્યારબાદ તેમાં હળદર હીંગ કાશ્મીરી લાલમરચુ પાઉડર અને ગરમ મસાલો નાખીને એક નાની વાટકી પાણી નાખી તેમાં મીઠું નાખીને હલાવી લઈને તેમાં બાફેલ દાળ મીક્સ કરી ને ઉકાળી લેવી

  6. 6

    દાળ ને 7 થી 8 મીનીટ ઉકાળી સરવીગ બાઉલમાં સર્વ કરી ઉપરથી ધાણાભાજી નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

ટિપ્પણીઓ

Similar Recipes