મુગલાઈ પરોઠા (Mughlai Paratha Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#SN3
#Vasantmasala
#aaynacookeryclub (અવધી રેસીપી)
Week3
Recipe 2
#cookpad
#cookpadindia
#cookpadgujarati

શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૨ સર્વિંગ
  1. ૧ (૧/૨ કપ)મિક્સ શાકભાજી (ડુંગળી, કોબીજ, કેપ્સીકમ, ગાજર, વટાણા)
  2. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણ વાટેલા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૨ટીસ્પુન હળદર
  5. ૧ ટેબલ સ્પૂનધાણાજીરૂ
  6. ટેબલ સ્પુન લાલ મરચું પાઉડર
  7. ટી સ્પુન ગરમ મસાલો
  8. ટી સ્પુન આમચૂર પાઉડર
  9. ૨ ટેબલસ્પૂનતેલ સ્ટફિંગ બનાવવા માટે
  10. પરાઠા શેકવા માટે તેલ
  11. કણક માટે:
  12. ૧ કપઘઉંનો લોટ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૨ ટેબલ સ્પૂનતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સિંગ બાઉલમાં કણક માટેની સામગ્રી લઈ જરૂર મુજબ પાણી ઉમેરી પરાઠા ની કણક બાંધી લો ‌. 15-20 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    ચોપર માં વટાણા સિવાયના શાકભાજી લઈ ચોપ કરી લો. વટાણા ને પાર બોઈલ કરી લો.

  3. 3

    કઢાઈમાં તેલ લઈ તેલ થાય એટલે વાટેલા આદુ લસણ ઉમેરી સાંતળો. શાકભાજી ઉમેરી મિક્સ કરી થોડીવાર સાંતળો. વટાણા ઉમેરી દો. બધા મસાલા ઉમેરી મિક્સ કરી થોડીવાર સાંતળો. પરોઠા નું સ્ટફિંગ તૈયાર છે

  4. 4
  5. 5

    કણક માંથી મોટો લુવો લઇ મોટી રોટલી વણી લો. રોટલી બહુ જાડી કે બહુ પતલી ના હોવી જોઈએ. વચ્ચે સ્ટફિંગ મૂકી ચોરસ ફેલાવી દો. સાઈડની બંને બાજુથી ફોલ્ડ કરો. ઉપરથી ફોલ્ડ કરો. થોડું અટામણ લઈ પરાઠાને થોડું ચોરસ વણી લો.

  6. 6

    લોઢી ગરમ કરી પહેલા પરાઠાને બંને સાઈડ ધીમી આંચ ઉપર શેકી ગેસ ફાસ્ટ કરી તેલ મૂકીને સરસ રીતે શેકી લો.

  7. 7

    ગ્રીન ચટણી અને કેચઅપ સાથે મુગલાઈ પરાઠાને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

ટિપ્પણીઓ (12)

Similar Recipes