રવા મકાઈ ઢોકળા

Ami Desai
Ami Desai @amu_01
Surat

રવા મકાઈ ઢોકળા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1/2 કપદહીં
  3. 1/2 કપપાણી
  4. 1 કપમકાઈના દાણા ની પેસ્ટ
  5. 1 ટુકડોઆદુ
  6. 3 નંગલીલા મરચાં
  7. 5 નંગલસણ ની કળી
  8. 1/2 કપમકાઈના દાણા
  9. મીઠું જરૂર મુજબ
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 2 ટી સ્પૂનતેલ
  12. 1/2 ટી સ્પૂનલીંબુનો રસ
  13. 1/2 કપસમારેલી કોથમીર
  14. 1 ટી સ્પૂનઇનો
  15. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં રવો લઇ તેમાં અડધો કપ દહીં અને પાણી નાખી મિક્સ કરી લેવું અને 2 મિનિટ ઢાંકીને રહેવા દેવું.

  2. 2

    હવે મિક્સર જારમાં મકાઈના દાણા, મરચા, આદુ,લસણ નાખી પેસ્ટ બનાવી લેવી

  3. 3

    ત્યારબાદ ખીરામાં મકાઈની પેસ્ટ, મકાઈના દાણા, હળદર,મીઠું,તેલ, લીંબુનો રસ,કોથમીર નાખી જરૂર મુજબ પાણી રેડી ઢોકળાનું ખીરું બનાવી લેવું.
    ઢોકળા બનાવવા પહેલા ઈનો નાખી હલાવી લેવું.

  4. 4

    હવે એક પ્લેટમાં તેલ લગાવી ખીરું રેડી ઉપર લાલ મરચું ભભરાવી ઢોકળીયામાં સ્ટ્રીમ કરી ઢોકળા બનાવી લેવા.

  5. 5

    વઘાર માટે તેલ મૂકી રાઈ,જીરું, તલ નાખી ઢોકળાની થાળી પર રેડી કાપા પાડી સર્વ કરો તૈયાર છે રવા મકાઈ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes