વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Veg. grill sandwich recipe in gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1બ્રેડનુ પેકેટ
  2. 1લેયર માટે:
  3. 2 નંગબાફેલા બટાકા
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીમરચુ
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીલીલા ધાણા
  8. 2લેયર માટે:
  9. 2 ચમચીઝીણી સમારેલી કોબી
  10. 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  11. 2 ચમચીજીણી સમારેલી કાકડી
  12. 2 ચમચીઝીણું સમારેલું ટામેટું
  13. દાણા મરચા ની લીલી ચટણી
  14. 4 ચમચીબટર
  15. 2 ચમચીમાયોનેસ
  16. 1/4 ચમચીમરી પાઉડર
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 200 ગ્રામચીઝ
  19. 1 ચમચીચાટ મસાલો
  20. સર્વ કરવા માટે સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફીને છુંદો કરી બધા મસાલા એડ કરો.લીલા ધાણા એડ કરી માવો તૈયાર કરો.

  2. 2

    બધા શાકને ઝીણા સમારી તેમાં 2 ચમચી મરીનો ભૂકો પાઉડર એડ કરી મિશ્રણ તૈયાર કરો.બધી સામગ્રી રેડી કરો.

  3. 3

    સેન્ડવીચ બનાવવા માટે :
    એક બ્રેડ ઉપર લીલી ચટણી લગાવો.તેના ઉપર બટાકાનો તૈયાર કરેલો માવો લગાવો. હવે તેની ઉપર બીજી બ્રેડ મૂકી તેના ઉપર તૈયાર કરેલ માયોનિસ વાળુ વેજીટેબલ સારી રીતે લગાવો.

  4. 4

    હવે તેના ઉપર ચીઝ ખમણો.ત્રીજી બ્રેડ ઉપર લીલી ચટણી લગાવી તેને ઉંધી મૂકો.એક પેનમાં બટર ગરમ કરી સેન્ડવીચને બંને સાઈડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લો.

  5. 5

    તૈયાર છે વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ.તેના ઉપર થોડું ચીઝ ખમણી,ચાટ મસાલો ભભરાવી સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes