ક્રિસ્પી મેથી ભાખરી (Crispy Methi Bhakhri recipe in Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#par
#cookpadindia
#cookpadgujarati
પાર્ટી સ્નેકસ
આજે મે મેથી આદુ મરચા નાં મસાલાવાળી ભાખરી બનાવી છે. સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતી ભાખરી ૧૦ થી ૧૨ દિવસ સુધી સારી રહે છે. ચ્હા સાથે, ટિફિન માં અને પ્રવાસ માં આપી શકાય. રાતના હળવા ભોજન માં અથાણાં, મરચા, છૂંદો અથવા દહીં સાથે સર્વ કરી શકાય.

ક્રિસ્પી મેથી ભાખરી (Crispy Methi Bhakhri recipe in Gujarati)

#par
#cookpadindia
#cookpadgujarati
પાર્ટી સ્નેકસ
આજે મે મેથી આદુ મરચા નાં મસાલાવાળી ભાખરી બનાવી છે. સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતી ભાખરી ૧૦ થી ૧૨ દિવસ સુધી સારી રહે છે. ચ્હા સાથે, ટિફિન માં અને પ્રવાસ માં આપી શકાય. રાતના હળવા ભોજન માં અથાણાં, મરચા, છૂંદો અથવા દહીં સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૧૧ ભાખરી
  1. ૧ કપપાણીમાં ધોઈને સમારેલી મેથી
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ૧ કપઘઉં નો કરકરો લોટ
  4. ૨ નાની ચમચીમીઠું
  5. ૧ મોટી ચમચીતલ
  6. ૧ મોટી ચમચીઆદુ મરચા વાટેલા
  7. ૧/૨ નાની ચમચીહળદર
  8. ૧ નાની ચમચીલાલ મરચુ
  9. ૨ નાની ચમચીધાણજીરૂ
  10. ૧/૪ નાની ચમચીહિંગ
  11. ૧/૨ નાની ચમચીઆમચૂર પાઉડર
  12. ૬ મોટી ચમચીતેલ
  13. ૨ મોટી ચમચીઘી
  14. ૪-૫ મોટી ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેન માં ૨ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. એમાં આદુ મરચા ઉમેરી ધીમા તાપે થોડા સાંતળી લો. હવે બધા સૂકા મસાલા ઉમેરી, ૧ મોટી ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે મેથી ઉમેરી ૨ મિનિટ સાંતળી ગેસ બંધ કરી લો.

  3. 3

    એક થાળી માં લોટ લો. એમાં ૪ મોટી ચમચી તેલ, મીઠુ અને તલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે થોડુ થોડુ પાણી ઉમેરી કઠ્ઠણ લોટ બાંધી લો. ઢાંકી ને ૧૫ મિનિટ સુધી રાખો.

  4. 4

    હવે એક સરખા ૧૦ લૂઆ કરી લો. ૧ લુઓ લઈ કિનારી થી દબાવી હળવા હાથે જાડી ભાખરી વણી લો. હવે ડબ્બાના ઢાંકણ થી દબાવી ગોળ કટ કરી લો. ચાકુ થી કાપા પાડી લો.

  5. 5

    નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકો. ગરમ તવી ઉપર ધીમા તાપે ચાર ભાખરી શેકવા મૂકો. એક તરફ થોડી શેકાય એટલે પલટાવી લો. બીજી તરફ શેકાય એટલે લાકડા નાં દટ્ટા થી હળવા હાથે દબાવી બંને બાજુ શેકી લો. હવે બંને બાજુ ઘી લગાવી શેકી લો.

  6. 6

    ભાખરી તૈયાર છે. મે સાથે છૂંદો સર્વ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes