ચોકલેટ ને કસ્ટર્ડ બિસ્કિટ પુડિંગ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Rachna Solanki
Rachna Solanki @cook_15533862
Mumbai

#myfirstrecipe
આ વાનગી વધેલા બિસ્કિટ થી બનાવી છે. છોકરા ઓ ને કંઈક નવીનતા વાળી વાનગી આપીએ તો ઝટપટ ચટ થઈ જાય. ચોકલેટ તો બધા ને ભાવતિજ હોય છે. ડેઝર્ટ તરીકે પીરસો. છોકરા ઓ અને મહેમાનો ને મજા પડી જશે આ નવી વાનગી ખાઈ ને.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨ જણ માટે
  1. ૧૦ - ૧૨ મારી બિસ્કિટ
  2. 4ચમચી માખણ (butter)
  3. ૧૦૦ ગ્રામ ચોકલેટ
  4. ૨ ચમચી કસ્ટર્ડ પાવડર
  5. ૨૫૦ ml દૂધ
  6. સજાવા માટે ચોકલેટ રોલ બિસ્કિટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બિસ્કિટ ને મિક્સર ના વાડકા માં વાટી ને ભુકો કરી લો.

  2. 2

    એક મોટા વાડકા માં કાઢી તેમાં પિઘળેલું માખણ ઉમેરી ને ભેળવી લો. બાજુ પર મૂકો.

  3. 3

    ગરમ કરી ને ઠંડુ કરેલું દૂધ માં કસ્ટર્ડ પાવડર ઉમેરી ને ફરી ગરમ કરવા મુકો. સતત હલાવતા રહેવું જેથી ગઠ્ઠા ન પડે. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. ઠાડું થવા દેવું.

  4. 4

    એક વાડકા માં ચોકલેટ ના ટુકડા કરો. એક તપેલી માં પાણી ગરમ મુકો ને તેમાં ચોકલેટ નો વાડકો મુકો. ચોકલેટ પિઘળે તેટલી વાર હલાવતા રહેવું.

  5. 5

    હવે એક ગ્લાસ લેવો. તેમાં સૌથી પહેલા કસ્ટર્ડ નું મિશ્રણ રેડો. તેને ફ્રિજ માં જમવા માટે ૧૦ મિનિટ માટે મૂકી દો.

  6. 6

    કસ્ટર્ડ જામી જાય પછી તેની પર બિસ્કિટ નો ભુકો ઉમેરો. ૧/૨"જેટલું ભરવું. તેની ઉપર ચોકલેટ રેડો. પાતળું થર બનવું. તેની ઉપર ફરી બિસ્કિટ નું મિશ્રણ પાથરો (૧/૨" જેટલું). ઉપર ચમચી થી ચોકલેટ ની ધાર કરી આડી લીટી ઓ મુકવી.

  7. 7

    ચોકલેટ રોલ બિસ્કિટ તેમાં મૂકી ને પીરસો. તૈયાર છે ચોકલેટ ને કસ્ટર્ડ બિસ્કિટ નું પુડિંગ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rachna Solanki
Rachna Solanki @cook_15533862
પર
Mumbai

Similar Recipes