કોબી નો સંભારો

Rachna Solanki
Rachna Solanki @cook_15533862
Mumbai

કોબી કાચી ને તેનું શાક બનાવી ને ખવાય છે. આ રીતે સંભારો ક્યારેકજ બનાવાય છે ને તેને સલાડ તરીકે પીરસાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ નાનો કોબી નો દડો
  2. ૧ નાનું ભોલર મરચું
  3. ૧/૪ ચમચી હળદર
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૨ ચમચા તેલ
  6. ચપટીરાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા કોબી ને જીણી સુધારી લો. ભોલર મરચા ને લાંબા સુધારો.

  2. 2

    એક વાસણ માં વઘાર માટે તેલ ગરમ મૂકી તેમાં રાઈ તતડાવો. હળદર ઉમેરી ને સુધારેલી કોબી ને મરચા ઉમેરો.

  3. 3

    બરાબર હલાવી ને મીઠું ઉમેરી ને મધ્યમ તાપે તેને રાંધી લો. આ સાંભરા ને શાક ની જેમ આખું નહીં રાંધવાનું. કોબી ને મરચા અધકચરા રાખવા જેથી ચાવવા માં થોડા ક્રચી લાગે.

  4. 4

    તૈયાર છે કોબી નો સંભારો. એક વાડકા માં કાઢી ને જમવા સાથે પીરસો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rachna Solanki
Rachna Solanki @cook_15533862
પર
Mumbai

Similar Recipes