ઝટપટ માવા કચોરી

Lata Bhatia
Lata Bhatia @cook_16333573

જોધપુર ની ખૂબજ પ્રખ્યાત મિઠાઇ છે. ૪-૫ દિવસ માટે સ્ટોર કરી શકાય છે.
#GujratiSwad
#RKS

ઝટપટ માવા કચોરી

જોધપુર ની ખૂબજ પ્રખ્યાત મિઠાઇ છે. ૪-૫ દિવસ માટે સ્ટોર કરી શકાય છે.
#GujratiSwad
#RKS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સવિંૅ ગ્સ
  1. 100 ગ્રામમૌળો માવો (જો ધરમાં બનાવવો હોય તો 500 મિ. લી. દૂૂધ થી 100 ગ્રામ માવો તૈયાર થાય છે.)
  2. 10-12બ્રેડ ની સ્લાઈસ
  3. 100 ગ્રામસાકર
  4. 1 ચમચીકાજુ, બદામ અને પિસ્તા ની કતરણ
  5. 1/2 ચમચીએલચી નો ભુક્કો
  6. ચપટીજાયફળ નો ભુક્કો
  7. 8-10કેસર નાં તાંતણા
  8. તળવા માટે ધી અથવા રિફાઈન્ડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ માવા માં કાજૂ, બદામ પિસ્તા ની કતરણ, એલચી અને જાયફળ નો ભુક્કો અને કેસર ને મિક્સ કરી લો. હવે બ્રેડ ને વાટકી વડે ગોળ કાપી લેવી. આ રીતે બધી સ્લાઈસ કાપી લેવી.

  2. 2

    એક કડાઈ માં ખાંડ નાખી ખાંડ ડૂબે એટલું પાણી નાખી ગુલાબ જાંબુ જેવી ચાસણી તૈયાર કરી લેવી. ગરમ ચાસણી મા ચપટી એલચી નો ભુક્કો અને 4-5 કેસર ના તાંતણા નાખી દેવા. હવે બીજી કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. હવે બ્રેડ ની 2 સ્લાઈસ લઈને એની વચ્ચે 2 ચમચી માવા નૂ પૂરણ ભરવૂ. બન્ને સ્લાઈસ ને પાણી વળે બંધ કરી દેવું. આ રીતે બધી કચોરી તૈયાર કરી લેવી.

  3. 3

    ગરમ તેલ મા આ બધી કચોરી ગોલ્ડન બ્રાઉન થાય એટલી તળી લેવી.

  4. 4

    એક - એક કરીને કચોરી ને ગરમ ચાસણી મા ડૂબોડી લેવી.

  5. 5

    હવે પરોસવા માટે પ્લેટ મા લઈ એના ઉપર ડ્રાય ફ્રૂટ્સ ની કતરણ નાખી સજાવી દેવી. નોંધ - કચોરી ને રબડી સાથે પણ સવૅ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lata Bhatia
Lata Bhatia @cook_16333573
પર

ટિપ્પણીઓ

Similar Recipes