હોમ-મેડ પોટેટો ચિપ્સ

megha sachdev
megha sachdev @cook_13692985

· હેલો મિત્રો.. આજે હું લઈ ને આવી છું. નાના મોટા સૌ ની ફેવરિટ પોટેટો ચિપ્સ.

· સાંજ પડે નહીં કે બાલાજી ની ચિપ્સ યાદ આવી જાય. રોજ બહાર ના પેકેટ્સ બાળકો ને ખાવા આપવા તેના કરતાં કેમ બાલાજી ચિપ્સ ઘરે જ ના બનાવીએ...

· આ રીત થી પોટેટો ચિપ્સ બનાવશો તો 100% બાલાજી જેવો જ ટેસ્ટ આવશે.

· અને બાલાજી ની ચિપ્સ માં ઉમેરવામાં આવતો મસાલો પણ ઘરે જ બનાવી શકાય છે. એ મસાલાની સામગ્રીઓ પ્રોપર માત્રા માં ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ચિપ્સ બની જશે.

· આ ચિપ્સ ને ડબ્બા માં ભરી 1 week સુધી આરામ થી સ્ટોર કરી શકાય છે. તો ચલો બનાવીએ ટેસ્ટી અને ક્રિસ્પી બાલાજી જેવી જ હોમ-મેડ પોટેટો ચિપ્સ.

હોમ-મેડ પોટેટો ચિપ્સ

1 કમેન્ટ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  1. · 3 નંગ બટાકા,
  2. · તેલ તળવા માટે,
  3. · ½ ચમચી દળેલી ખાંડ,
  4. · ½ ચમચી નમક,
  5. · ½ ચમચી મરચું પાઉડર,
  6. · ½ ચમચી સાઈટ્રિક એસિડ,
  7. · ½ ચમચી સંચળ,
  8. · ½ ચમચી મરી પાઉડર,
  9. · ½ ચમચી ફુદીના પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    આ આપણી સામગ્રીઓ છે.

  2. 2

    સૌપ્રથમ આપણે લઈશું. બટાકા ત્યાર બાદ તેને છોલી લઈશું. અને તેને પાણી ભરેલા બાઉલ માં થોડી વાર સુધી પલાળી દઇશું.

  3. 3

    હવે આપણે બટાકા ની નાની નાની અને પાતળી ચિપ્સ બનાવી લઈશું. જેના માટે આપણે ખમણી ની કરકરી બાજુ નો ઉપયોગ કરીશું.

  4. 4

    હવે જેમ જેમ ચિપ્સ બનતી જાય તેમ તેમ તેને પાણી ભરેલા બાઉલ માં કાઢતા જ્વું. જેથી તે કાળી ના પળી જાય. અને ક્લીન પણ થઈ જાય

  5. 5

    હવે આપણે ચિપ્સ નું પાણી નીતરવા માટે તેને એક ચારણી માં કાઢી લઈશું. અથવા તમારી પાસે સમય હોય તો તેને એક કોટન ના કપડાં માં પણ સૂકવી શકો છો

  6. 6

    ત્યાર બાદ એક પેન માં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઇશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં નીતરેલી ચિપ્સ તળી લઈશું.

    ચિપ્સ ને એકદમ ધીમી આંચ ઉપર તળવા દેવી. નહિતર તે જલ્દી થી બળી પણ જશે. અને લોંગ ટાઇમ સુધી સ્ટોર પણ નહીં કરી શકીએ

  7. 7

    હવે આપણી ચિપ્સ એકદમ સારી રીતે તળાઈ ગઈ છે.

  8. 8

    તો તેને એક પ્લેટ માં કાઢી લઈશું. અને તેને ઠંડી થવા દઇશું. આપણી ચિપ્સ તો તૈયાર છે.

  9. 9

    તો હવે તેમાં ઉમેરવા માટેનો મસાલો બનાવી લઈશું. જેના માટે એક બાઉલ લઈ તેમાં. નમક, દળેલી ખાંડ, મરચું પાઉડર, સાઈટ્રિક એસિડ, ફુદીના પાઉડર, સંચળ, મરી પાઉડર. ઉમેરી મિક્સ કરી દો.

  10. 10

    હવે તૈયાર કરેલા મસાલા ને ચિપ્સ માં સ્વાદ અનુશાર ઉમેરી અને મિક્સ કરી દો. હમેશા યાદ રાખવું કે મસાલો ચિપ્સ ઠંડી થઈ જાય ત્યાર બાદ જ ઉમેરવો.

    તો તૈયાર છે આપણી હોમ-મેડ પોટેટો ચિપ્સ.

  11. 11

    નોંધ

    · હોમ-મેડ પોટેટો ચિપ્સ તમે જેમ બાલાજી ની ફ્લેવર વાડી ચિપ્સ મળે છે. તેવી જ રીતે અલગ અલગ ફ્લેવર ની પણ બનાવી શકો છો. જેમાં મસાલા, મોળી, ફુદીના, ટોમેટો જેવી અલગ અલગ ફ્લેવર આવે છે. તેમાં માત્ર મસાલા માં એક ફ્લેવર નો અલગ થી મસાલો એડ કરવાથી બની જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sachdev
megha sachdev @cook_13692985
પર

Similar Recipes