ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ

Sonal Modha
Sonal Modha @sonalmodha

સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ
#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
ફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી.

ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ
#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
ફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 8-10 નંગમોટા બટાકા
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  4. 1 ટીસ્પૂનમરી પાઉડર
  5. ટોમેટો કેચઅપ જરૂર મુજબ
  6. 1 નંગલીંબુ
  7. તળવા માટે તેલ
  8. સાથે સર્વ કરવા માટે વોટરમેલન જ્યુસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને ધોઈ તેની છાલ કાઢી અને લાંબી લાંબી ચિપ્સ સમારી લેવી. ફરી એક બે પાણીથી ધોઈ તેમાંથી બધું જ પાણી નિતારી લેવું

  2. 2

    બીજી બાજુ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થાય એટલે તેમાં ચિપ્સ નાખી દેવી વચ્ચે વચ્ચે ઝારો ફેરવવો.

  3. 3

    જ્યારે બધી જ ચિપ્સ ઉપર આવી જાય ત્યારે તેલ નીતારી ચિપ્સ ને બહાર કાઢી લેવી. કાણાવાળા વાસણ મા કાઢવી જેથી એક્સેસ ઓઈલ નીકળી જાય.
    તો તૈયાર છે ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય.

  4. 4

    સર્વિંગ પ્લેટમાં કાઢી ફ્રેન્ચ ફ્રાયને મીઠું, લાલ મરચું પાઉડર,મરી પાઉડર, કેચઅપ અને લીંબુ સાથે સર્વ કરવી.
    તો તૈયાર છે
    ગરમ ગરમ
    ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes