પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#RC2
#week2
#cookpadgujarati
#cookpadindia
મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 4 નંગમોટા નવા બટાકા
  2. જરૂરિયાત મુજબ પાણી
  3. 1 Tbspમીઠું
  4. તળવા માટે તેલ
  5. 1 Tspચાટ મસાલા
  6. 1 Tspલાલ મરચું પાઉડર
  7. રાજકોટની ફેમસ લીલી ચટણી
  8. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચિપ્સ બનાવવા માટેના બટાકા લઇ તેને પાણીથી વોશ કરી તેની છાલ ઉતારી લેવાની છે. ચિપ્સ માટેના બટાકા નવા લેવા ખૂબ જરૂરી છે તો જ ચિપ્સ ક્રિસ્પી બનશે.

  2. 2

    આ બટેટાની સ્લાઈઝર વડે સ્લાઈસ કરી લેવાની છે પણ આ સ્લાઈસ એકદમ પાતળી થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.

  3. 3

    બટેટાની સ્લાઈસને ચોખ્ખા પાણીથી બે વખત વોશ કરી લેવાની છે. પછી આ સ્લાઇસને એક કપડા ઉપર પાથરી કોરી કરી લેવાની છે.

  4. 4

    બે ચમચી જેટલું પાણી લઇ તેમાં મીઠું ઓગાળી આ પાણીને કોરી કરેલી સ્લાઈસ પર છાંટી દેવાનું છે.

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આ સ્લાઈસને તળી લેવાની છે. જેથી બજાર જેવી એકદમ ક્રિસ્પી પોટેટો ચિપ્સ તૈયાર થઈ જશે.

  6. 6

    આ ચિપ્સ પર ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર છાટી સર્વ કરી શકાય.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes