રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો.પછી તેને મેશ કરી લો.પછી ડુંગળી ને ઝીણી સમારી લો.આદુ- મરચાંની પેસ્ટ કરી લો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું મૂકો.પછી તેમાં હિંગ નાખી આદું- મરચાંની પેસ્ટ નાખી સાંતળો.પછી તેમાં ડુંગળીને સાંતળી કોબીજ નાખો બધું ચઢી જાય એટલે તેમાં મેશ કરેલા બટાકા નાખો. પછી તેમાં મીઠું,હલદર,ગરમ મસાલો, ધાનાજીરૂ,લીંબુ, ખાંડ નાખી મિક્સ કરવું.મિશ્રણ તૈયાર.
- 3
૨ નંગ બ્રેડ લેવી ગોળ આકારમાં કાપી લેવી.પછી એક બે્ડ પર બટાકાનું મિશ્રણ પાથરવું.પછી તેના પર બીજી બે્ડ ઢાંકી કીનારીને પાણી થી બંઘ કરી દબાવવી.આમ રીંગ તૈયાર થાશે.
- 4
હવે ગરમ તેલમાં આ રીંગ ને yબંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.પછી તેલ નીતારી ને બાર કાઢી લો.
- 5
હવે રીંગ ની પર ઞીન ચટણી, આમલી ની ચટણી, ટામેટા સોસ, દહીં, ઝીણી ડુંગળી, ઝીણી સેવ, કોથમીર,અને ચાટ મસાલો નાખી સવૅ કરો.ગોલડન રીંગ તૈયાર.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
More Recipes
ટિપ્પણીઓ (8)