દાલ બાટી

Kinnary Parekh
Kinnary Parekh @cook_17767001

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ધવનો લોટ કરકરો
  2. ૧/૨ ચમચી અજમો
  3. ૧ ચમચી જીરુ
  4. ૧ કપ તુવેર દાળ
  5. ૧/૪ કપ મગની પીળી દાળ
  6. ૨ કપ તેલ
  7. ૨૦૦ ગ્રામ ધી
  8. ૨ નંગ મોટી ડુંગળી
  9. ૧૫ કડી લક્ષણ
  10. ૧૨ નંગ લીલાં મરચા
  11. ૧ નાનો ટુકડો આદુ
  12. ૨ થી ૩ સુકા લાલ મરચા
  13. ૧ ચમચી હળદર
  14. ૧/૨ ચમચી હિંગ
  15. ૨ ચમચી લાલ મરચું
  16. ૨ ચમચી ખાંડ
  17. ૧ ચમચી ધાણાજીરૂ
  18. ૧ ચમચી આમચૂર પાઉડર
  19. ૧ નંગ લીંબુ
  20. ૧ ચમચી ગરમ મસાલો
  21. ૨૫ ગ્રામ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધવનો લોટ ચાળી લો હવે તેમાં જીરું, અજમો, મીઠું સ્વાદ અનુસાર નાખો તેમાં ૧ ચમચી ખાંડ, ૧ ચમચી હળદર,૧/૪ કપ તેલ નાખો અને જરૂર પ્રમાણે પાણી નાખી થોડો કઠણ લોટ બાંધવો. લોટને ૧૦ મીનીટ રાખી દો.

  2. 2

    બાટી બનાવા લોટમાંથી નાના ગોળ પેંડા જેવા આકાર‌ આપી વચ્ચે અંગુઠો દબાવી ગેસ ઓવનમા ધીમી અને મીડીયમ આંચ પર બાટી સેકો. બાટી સેકાય જાય એટલે ધીમા ડુબોડી પીરસો.

  3. 3

    ચટની બનાવા માટે એક કઢાઈમાં બે ચમચા તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખી ૧/૨ ચમચી હિંગ, હળદર નાખી ડુંગળી નખવી. હવે આદુ, ૩ નંગ મરચા, લક્ષણ, ૨ નંગ પલાડેલ લાલ સુકા મરચા ની પેસ્ટ બનાવી તેને કઢાઈમાં નાખી સાંતળો, આ બધું ચઢી જાય એટલે તેમાં લાલ મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો, ખાંડ, આમચૂર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાખી થોડું પાણી નાખી ઉકાળવું તેલ છોડી દે ત્યાં સુધી, ચટની તૈયાર છે.

  4. 4

    ૧ કપ તુવેર ની દાળ અને ૧/૪ કપ મગની દાળ પલાળવી. દાળ પલળી જાય એટલે તેને બાફવી.

  5. 5

    બાફેલી દાળ ને તપેલીમાં કાઢી ગેસ ચાલુ કરી હવે તેમાં લાલ ચટણી બનાવી હતી તે નાખી દો (થોડી ચટણી વાટકીમાં કાઢી લેવી). હવે તેમાં લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર નાખી ઉકાળવું.

  6. 6

    દાળ ને વઘારવા એક કઢાઈમાં ૨ ચમચા ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને સુકા લાલ મરચા નાખો, હવે તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર નાખી તરત દાળમાં નાખી દો, હવે કોથમીર થી સજાવી.

  7. 7

    બાફેલા મરચા કરવા માટે
    9 નંગ મરચા મોટા ગોળ પતીકા સમારી કૂકરમાં પાણી,મીઠું, હળદડ નાખી બાફવા માટે 2 સીટી વગડો બાફેલા મરચામાં થોડું લીંબુ અને મીઠું નાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnary Parekh
Kinnary Parekh @cook_17767001
પર

Similar Recipes