મેંગો હલવો

Mita Shah
Mita Shah @cook_18082404

#મીઠાઈ.

આપણે ગુજરાતીઓ ખાવાના ઘણા શોખીન.. અને એમાય ફળોનો રાજા કેરીના તો ખાસ.ગુજરાતી ઘરમાં કેરીની સીઝનમાં રોજ રસ જમવામાં હોય જ. તો કેરીના રસનો ઉપયોગ કરી મે હલવો / શીરો બનાવવા પ્રયત્ન કર્યો...બધાને ખૂબ પસંદ પણ આવ્યો..
આ મારી પહેલી રેસિપી અહીં મુકુ છું.

મેંગો હલવો

#મીઠાઈ.

આપણે ગુજરાતીઓ ખાવાના ઘણા શોખીન.. અને એમાય ફળોનો રાજા કેરીના તો ખાસ.ગુજરાતી ઘરમાં કેરીની સીઝનમાં રોજ રસ જમવામાં હોય જ. તો કેરીના રસનો ઉપયોગ કરી મે હલવો / શીરો બનાવવા પ્રયત્ન કર્યો...બધાને ખૂબ પસંદ પણ આવ્યો..
આ મારી પહેલી રેસિપી અહીં મુકુ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ.
  1. ૧કપ કેરીનો રસ
  2. ૧કપ સોજી
  3. ૧કપ હુંફાળું દૂધ
  4. ૧ કપ હુંફાળું પાણી
  5. ૩/૪કપ ખાંડ
  6. ૧ચમચી ઈલાયચી પાવડર
  7. જરૂર મુજબ સૂકામેવા
  8. ૧કપ ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ.
  1. 1

    રેસીપી મીડીયમથી ધીમા તાપે કરવી.

  2. 2

    ગેસ ચાલુ કરી તાવડીમાં ઘી મૂકો.

  3. 3

    ઘી ગરમ થાય એટલે સોજી નાખી ને ધીમા તાપે એકદમ હલકી થાય ત્યાં સુધી શેકો.

  4. 4

    હવે પાણી રેડો ને હલાવી ને ચડવાદો.

  5. 5

    પાણી શોષાઈ જાય એટલે દૂધ રેડી ને હલાવી ને ચડવા દો.

  6. 6

    નીચે ચોટે નહીં તેનું ધ્યાન રાખી હલાવતા રહો.

  7. 7

    હવે કેરીનો રસ નાખીને મીક્ષ કરી લો.બધો રસ શોષાઈ જાય ત્યાં સુધી થવા દો.

  8. 8

    ઈલાયચી પાવડર અને સૂકામેવા નાંખો.કેસર પણ નાખી શકો.

  9. 9

    બાઉલમાં કાઢી સૂકામેવા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Shah
Mita Shah @cook_18082404
પર

ટિપ્પણીઓ

Similar Recipes