મેંગો મસ્તાની કૅક

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#લીલીપીળી

આ કૅક માં કેરી નો તાજો રસ વ્હીપ્પડ ક્રીમ માં ઉમેરી ને પીળાં રંગ નું વ્હીપ્પડ ક્રીમ તૈયાર કરેલ છે. એમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, ખાલી સ્પૉન્જ માં વેનીલા એસસેન્સ નાખીયું છે. ટૂટ્ટી ફ્રુઇટ્ટી એક લેયર માં છે અને બીજા લેયર માં તાજા ફળો નો ઉપયોગ કર્યો છે.

મેંગો મસ્તાની કૅક

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#લીલીપીળી

આ કૅક માં કેરી નો તાજો રસ વ્હીપ્પડ ક્રીમ માં ઉમેરી ને પીળાં રંગ નું વ્હીપ્પડ ક્રીમ તૈયાર કરેલ છે. એમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, ખાલી સ્પૉન્જ માં વેનીલા એસસેન્સ નાખીયું છે. ટૂટ્ટી ફ્રુઇટ્ટી એક લેયર માં છે અને બીજા લેયર માં તાજા ફળો નો ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
8-10 સર્વિંગ્સ
  1. કૅક ના સ્પન્જ માટે:
  2. ૨ & ૧/૨ કપ મેંદો
  3. ૧ નાની ચમચી બેકિંગ સોડા
  4. ૨ નાની ચમચી બેકિંગ પાવડર
  5. ૪૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  6. ૨૦૦ ગ્રામ પીગળેલું બટર
  7. ૨ મોટી ચમચી ખાંડ
  8. ૧ કપ પાણી
  9. ૧ મોટી ચમચી વેનીલા એસસેન્સ
  10. અન્ય સામગ્રી:
  11. ૩-૪ મોટી ચમચી શુગર સિરપ
  12. ૧ કપ વ્હીપ્પિગ ક્રીમ
  13. તાજો કેરી નો રસ ૧ & ૧/૨ હાપુસ કેરી નો
  14. લેયર્સ માટે સામગ્રી:
  15. ૩-૪ મોટી ચમચી ટૂટ્ટી ફ્રુટી - લાલ, લીલી અને પીળી
  16. ૨ મોટી ચમચી મિક્સ ફ્રુટ જામ
  17. ૪ મોટી ચમચી તાજા ફળો ના ટુકડા (કેળા, અનાનસ, કેરી અને કિવિ ફ્રુટ)
  18. સજાવટ માટે:
  19. કેરી ની પાતળી સ્લાઈસીસ મેંગો રોઝ બનાવા માટે જરૂર મુજબ
  20. ૬ ચેરીઝ
  21. ટૂટ્ટી ફ્રુટી જરૂર મુજબ
  22. ટુકડા કેરી ની સ્લાઈસીસ અને કિવિ ના

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    ઑવેન ને ૧૦ મિનિટ માટે ૧૮૦℃ પર પ્રી-હીટ કરો.

  2. 2

    કૅક સ્પૉન્જ બનાવા માટે ની બધી સૂકી સામગ્રી (મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા) ૩-૪ વાર ચાળી લો.

  3. 3

    અન્ય એક વાસણ માં કન્ડેન્સ્ડ મિલ્ક, પાણી, બટર અને એસસેન્સ લઈ લો. માઇક્રોવેવ માં હાઈ ઉપર ૧ મિનિટ માટે ગરમ કરો.

  4. 4

    આ ગરમ કરેલ મિક્સરમાં/મિશ્રણમાં ખાંડ નાખી બરાબર હલાવી લો.

  5. 5

    હવે ચાળેલી સૂકી સામગ્રી ભીની સામગ્રી માં ૩ ભાગ માં ઉમેરી દો.

  6. 6

    ધીરે ધીરે બધું મિશ્રણ બરાબર હલાવી લો પણ વધારે ન હલાવતાં.

  7. 7

    આ મિશ્રણને ગ્રીસ કેક ટીન માં રેડી દો.

  8. 8

    હવે આ ટીન ને ઑવેન માં ૫૦ મિનિટ માટે ૧૮૦℃ પર બેક કરો.

  9. 9

    બેક થઈ જાય પછી વાયર રેક પર ઠંડી થવા મુકો.

  10. 10

    વ્હીપ્પિંગ ક્રીમ જે વાસણ માં વ્હીપ્પ કરવાનું હોય અને હેન્ડ બીટર ના રોડ્સ ને ફ્રીઝર માં ૨૦-૨૫ મિનિટ માટે મુકો.

  11. 11

    વ્હીપ્પિંગ ક્રીમ ને ઠંડા કરેલા વાસણ માં લો અને ૨ મિનિટ માટે વ્હીપ્પ કરો.

  12. 12

    હવે થોડું થોડું કરીને કેરી નો રસ ઉમેરો અને વ્હીપ્પ કરો.

  13. 13

    જ્યાં સુધી બરાબર વ્હીપ્પ ના થાય વ્હીપ્પિંગ ક્રીમ ત્યાં સુધી વ્હીપ્પ કરો.

  14. 14

    હવે કૅક ના ત્રણ ભાગ કરો અને ઉપર નો બમ્પ જો થયો હોય તો કાપી લો.

  15. 15

    કૅક બોર્ડ લો એના ઉપર વ્હીપ્પડ ક્રીમ લગાવો થોડું પછી ત્રણ માં થી એક કૅકે સ્પૉન્જ નો ભાગ મુકો.

  16. 16

    સ્પૉન્જ ને શુગર સિરપ થી ભીંજળો પછી એના ઉપર વ્હીપ્પડ ક્રીમ લગાવો અને ટૂટ્ટી ફ્રુટી પાથરો.

  17. 17

    એના ઉપર બીજો સ્પૉન્જ નો ભાગ મુકો અને શુગર સિરપ થી ભીંજળો.

  18. 18

    એના ઉપર મિક્સ ફ્રુટ જેમ લગાડો અને તાજા ફળો ના ટુકડા મૂકી દો.

  19. 19

    હવે ત્રીજો સ્પૉન્જ નો ભાગ લો અને એને પણ શુગર સિરપ થી ભીંજળો. હવે વ્હીપ્પડ ક્રીમ થી બરાબર કવર કરી દો.

  20. 20

    હવે વ્હીપ્પડ ક્રીમ ના રોસ્ટીઝ બનાવી લો અને એના ઉપર લીલા રંગ ની ટૂટ્ટી ફ્રુટટી મૂકી દો.

  21. 21

    પાતળી કેરી ની સ્લાઈસીસ થી મેંગો રોઝ બનાવો. ચેરીઝ અને કિવિ ફ્રુટ ના ટુકડા મુકો.

  22. 22

    સાઇડ માં ટૂટ્ટી ફ્રુટટી નું લેયર કરો એના ઉપર કેરી અને કિવિ ના ટુકડા થી સજાવો.

  23. 23

    તૈયાર છે એકદમ મસ્ત કેરી ના સ્વાદ વાળી મેંગો મસ્તાની કૅક.

  24. 24

    નોંધઃ બેકિંગ નો સમય દરેક ઑવેન પ્રમાણે અલગ હોય છે એનું ધ્યાન રાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes