ટોમેટો રાઈસ

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ટમેટા
પુલાવ/બિરીયાની ની અલગ અલગ વેરાઇટી આપણે માણીએ છીએ. આ રાઈસ સરળતાથી તૈયાર કરી શકાય છે અને સ્વાદિષ્ટ લાગે છે.

ટોમેટો રાઈસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટમેટા
પુલાવ/બિરીયાની ની અલગ અલગ વેરાઇટી આપણે માણીએ છીએ. આ રાઈસ સરળતાથી તૈયાર કરી શકાય છે અને સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2વાટકી બાસમતી ચોખા
  2. 2નંગ ટામેટા
  3. 2 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  4. 6-8નંગ લીમડા ના પાન
  5. 1નંગ ડુંગળી
  6. 1/4વાટકી વટા઼ણા
  7. 1/4વાટકી ફણસી
  8. 1 ચમચીધાણા જીરુ પાવડર
  9. 1 ચમચીવરિયાળી
  10. 1 ચમચીજીરુ
  11. 1/2 ચમચીરાઈ
  12. 2નંગ ઇલાયચી
  13. 4-5નંગ લવિંગ
  14. 4-5નંગ મરી
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1નંગ તેજ પત્તું
  17. ટુકડોતજ
  18. 2 ચમચીસીંગદાણા
  19. 3 ચમચીતેલ
  20. સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચોખા ને ધોઈ 15 મિનિટ માટે પાણી માં પલાળી રાખવા. ટામેટાં ને મિકસર જાર ની મદદ થી પ્યુરી કરી લેવી.

  2. 2

    કુકર માં તેલ મૂકી રાઈ, જીરુ ઉમેરી તે તતડે એટલે તેજ પત્તું, ઇલાયચી, વરિયાળી, મરી, તજ, લવિંગ, સીંગદાણા ઉમેરી દેવા.

  3. 3

    ડુંગળી ઉમેરી સાંતળી લો. આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરી દો. વટા઼ણા, ફણસી ઉમેરી દેવું.

  4. 4

    ધાણા જીરુ પાઉડર, ગરમ મસાલો, મીઠું, ટામેટાં ની
    પ્યુરી ઉમેરી ચોખા ઉમેરી દો. જરુર અનુસાર પાણી ઉમેરી હલાવી 2 વ્હીસલને સુધી કુક કરી લો.

  5. 5

    ટોમેટો રાઈસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes