ચણા મસાલા (Chana masala in gujrati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ડીનર સાંજના ભોજનમાં આપણે ગ્રેવી વાળા શાકનો સમાવેશ વધુ કરતા હોઈએ છીએ આ રીતના ચણા મસાલા બનાવવાથી સ્વાદિષ્ટ ભોજન માણી શકાય.

ચણા મસાલા (Chana masala in gujrati)

#ડીનર સાંજના ભોજનમાં આપણે ગ્રેવી વાળા શાકનો સમાવેશ વધુ કરતા હોઈએ છીએ આ રીતના ચણા મસાલા બનાવવાથી સ્વાદિષ્ટ ભોજન માણી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2વાડકી કાબુલી ચણા
  2. 3 નંગટામેટા
  3. 2 નંગડુંગળી
  4. 6-7લસણની કળી
  5. 1 ટુકડોઆદું
  6. 2લીલા મરચા
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 2 ચમચીછોલે મસાલો
  9. 1 ચમચીલાલ મરચું
  10. 2 ચમચીતેલ
  11. 1 ચમચીરાઈ
  12. ચપટીહિંગ
  13. 1 ચમચીહળદર
  14. 1તેજ પત્તું

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    કાબુલી ચણાને આઠ કલાક પાણીમાં પલાળી કુકરમાં હલકુ મીઠું નાખી બાફી લેવા.

  2. 2

    ટામેટા ડુંગળી લસણ અને આદુ અને લીલા મરચાને મિક્સરમાં લઈ પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે હીંગ અને તેજ પત્તુ ઉમેરો. હવે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી પાંચથી સાત મિનિટ માટે સાંતળો.

  4. 4

    બેસ્ટ સંતળાઈ જાય એટલે તેમાં હળદર લાલ મરચું મીઠું ધાણાજીરું પાવડર અને છોલે મસાલો ઉમેરી થોડું પાણી ઉમેરી બે મિનિટ માટે મસાલા ચડી જવા દો.

  5. 5

    હવે તેમાં બાફેલા કાબુલી ચણા ઉમેરી અને જેટલો રસ કરવો હોય તે અનુસાર પાણી ઉમેરી પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દો.

  6. 6

    સ્વાદિષ્ટ ચણા મસાલા તૈયાર છે તને રોટી પરાઠા પુરી કે ભાત સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes